વારાણસી- જાેનપુર હાઈવે પર અકસ્માત થતા ૬ લોકોના મોત
વારાણસી, વારાણસી જાેનપુર હાઈવે પર વહેલી સવારે થયેલા ટ્રક અને પિકઅપ વાનના અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે અને ૧૧ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર વારાણસી લખનઉ રાષ્ટ્રીય રાજમાર્ગ પર જલાલપુર વિસ્તારના લહંગપુર ગામની પાસે મંગળવારે વહેલી સવારે ૩.૩૦ વાગે ટ્રક અને પિકઅપ વાનની ટક્કર થઈ હતી.
આ અકસ્માતમાં ઘટના સ્થળે ૬ લોકોના મોત થયા હતી અને સાથે જ ૧૧ લોકો ઘાયલ થયા હતા. તેમાંથી ૬ લોકોની હાલત અતિ ગંભીર જણાવવામાં આવી છે. ઘાયલોને વારાણસીની જિલ્લા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.
પિકઅપ સવાર અમર બહાદુર યાદવ, પુત્ર મોહન, રામશ્રુંગાર યાદવ, પુત્ર મોખન, મુન્નીલાલ યાદવ અને પુત્ર રામદુલાર, ઈન્દ્રજીત યાદવ, કમલા પ્રસાદ યાદવ અને પુત્ર રામદવર યાદવ, રામકુમાર પુત્ર બોધીના ઘટના સ્થળે મોત થયા છે.
મળતી માહિતી અનુસાર આ તમામ લોકો સરાયખ્વાજાના જલાલપુર ગામના નિવાસી ધનદેવીના દાહ સંસ્કાર કરીને વારાણસી પરત ફરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે આ ઘટના સર્જાઈ હતી.HS