વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક ડોમ રાજાનું નિધન
વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામાંકનમાં પ્રસ્તાવક રહેલ વારાણસીના ડોમ રાજા જગદીશ ચૌધરી ઉ.વ.૫૫નું નિધન થયું છે તે લાંબા સમયથી બીમાર ચાલી રહ્યું હતું સિંગરા ખાતે ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.
પરિવારજનોનું કહેવુ છે કે સવારે તેમની હાલત વધુ ખરાબ થવા પર ઉતાવળમાં તેમણે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા થોડીવાર બાદ તેમણે દમ તોડયો હતો નિધનની માહિતી મળતા ત્રિપુરા ભૈરવી ઘાટ ખાતે આવાસ પર શ્રધ્ધાંજલિ આપનારા પહોંચવા લાગ્યા તેમના અંતિમ સંસ્કાર મણિકર્ણિકા ધાટ પર કરવામાં આવ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ડોમ રાજા જગદીશ ચૌધરીના મોત પર દુખ વ્યકત કર્યુ ંછે તેમણે ટ્વીટ કર્યું વારાણસીના ડોમ રાજા જગદીશ ચૌધરીજીના નિધનથી અત્યંત દુખ પહોંચ્યુ છે તે કાશીની સંસ્કૃતિમાં રચ્યા પચ્યા રહેતા હતાં અને ત્યાંની સનાત પરંપરાથી સંવાહક રહ્યાં તેમણે જીવનપર્યત સામાજિક સમરસતા માટે કામ કર્યું ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને પીડા સહન કરવાની શક્તિ આપે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાશીવાસી ડોમરાજા જગદીશ ચૌધરીના નિધન પર શોક સંવેદના પ્રકટ કરી તેમણે ટ્વીટ કર્યું કે સામાજિક સમરસતાની ભાવનાના પ્રતીક પુરૂષ કાશીવાસી ડોમરાજા જગદીશ ચૌધરીનું નિધન અત્યંત દુખદ છે જગદીશ ચૌધરીનું કૈલાશગમન સંપૂર્ણ ભારતીય સમાજની એક મોટી ક્ષતિ છે બાબા વિશ્વનાથને પ્રાર્થના છે કે તમને પોતાના પરમધામમાં સ્થાન પ્રદાન કરે.
વારાણસીથી બીજીવાર નામાંકન ભરનાર મોદીના પ્રસ્તાવકોમાં ડોમ રાજા જગદીશ ચૌધરી પણ સામેલ હતાં ત્યારે ડોમ રાજાએ કહ્યું હતું કે પહેલીવાર કોઇ રાજનીતિક પક્ષે અમને આ ઓળખ આપી છે અને તે પણ ખુજ વડાપ્રધાને અમે વરસોથી ઉપેક્ષા સહન કરતા આવ્યા છે. સ્થિતિ પહેલાથી સુધરી જરૂર છે પરંતુ સમાજમાં અમને ઓળખ મળી નથી અને વડાપ્રધાન ઇચ્છશે તો અમારી દશા જરૂર સારી રહેશે તેમણે મોદીના પ્રસ્તાવક બનવા પર ગર્વ વ્યકત કર્યો અને કહ્યું કે આ પુરી બિરાદરી માટે ગર્વની વાત છે કે હું વડાપ્રધાનનો પ્રસ્તાવ બની શકયો.HS