વારાણસી સિરિયલ બોમ્બ બ્લાસ્ટઃ આતંકી વલીઉલ્લાહ દોષી સાબિત

ગાઝિયાબાદ,ઉત્તર પ્રદેશના વારાણસીમાં વર્ષ ૨૦૦૬માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપી વલીઉલ્લાહને ગાઝિયાબાદની કોર્ટે શનિવારે દોષી ઠેરવ્યા છે. કોર્ટ વલીઉલ્લાહની સજા પર ૬ જૂને સુનાવણી કરશે. ગાઝિયાબાદના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર સિન્હાએ આજે આ મામલે સુનાવણી કરતા વલીઉલ્લાહને દોષી કરાર આપ્યા.૨૩ મે એ આ કેસની સુનાવણી પૂરી થઈ ગઈ હતી.
કોર્ટે દોષ સાબિત થવા પર ર્નિણય સંભળાવવા માટે ચાર જૂનની તારીખ નક્કી કરી હતી.સાત માર્ચ ૨૦૦૬એ વારાણસીમાં સંકટમોચન મંદિર અને કેન્ટ રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ સિવાય દશાશ્વમેઘ ઘાટ પર કુકર બોમ્બ મળ્યો હતો. બોમ્બ બ્લાસ્ટમાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ડઝન લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાઈકોર્ટના આદેશ પર મામલો સુનાવણી માટે ગાઝિયાબાદ સ્થળાંતરિત કરાયો હતો.
પ્રોસિક્યુશનની તરફથી જીઆરપી કેન્ટ બ્લાસ્ટમાં ૫૩, સંકટ મોચન બ્લાસ્ટમાં ૫૨ અને દશાશ્વમેઘ ઘાટ મામલે ૪૨ સાક્ષી રજૂ કરવામાં આવ્યા છે.સીરિયલ બ્લાસ્ટના સિલસિલામાં યુપી પોલીસે ૫ એપ્રિલ ૨૦૦૬એ પ્રયાગરાજ જિલ્લાના ફૂલપુર ગામ નિવાસી વલીઉલ્લાહની ધરપકડ કરી હતી. પુરતા પુરાવા સાથે પોલીસે દાવો કર્યો કે સંકટ મોચન મંદિર અને કેન્ટ રેલવે સ્ટેશન વારાણસી પર બોમ્બનુ ષડયંત્ર રચવામાં વલીઉલ્લાનો જ હાથ હતો. પોલીસે વલીઉલ્લાહના સંબંધ આતંકી સંગઠન સાથે પણ ગણાવ્યા હતા.HS1KP