Western Times News

Gujarati News

વાર-૨ ફિલ્મના ટીઝરમાં કિયારાનો લૂક થયો વાયરલ

બે સેકન્ડમાં મહેફીલ લૂંટી લીધી

વાર ફિલ્મમાં રીતિક સાથે દીપિકા પદુકોણે જોડી જમાવી હતી જ્યારે સિક્વલમાં કિયારા અડવાણી રીતિકની હીરોઈન છે

મુંબઈ,
રીતિક રોશન અને જૂનિયર એનટીઆરની ફિલ્મ વાર-૨ આૅગસ્ટ મહિનામાં રીલિઝ થવાની છે. આ ફિલ્મની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. વાર ફિલ્મમાં રીતિક સાથે દીપિકા પદુકોણે જોડી જમાવી હતી જ્યારે સિક્વલમાં કિયારા અડવાણી રીતિકની હીરોઈન છે. ફિલ્મનું ટીઝર લાંચ થયુ છે ત્યારથી રીતિક અને જૂનિયર એનટીઆર કરતા વધારે ચર્ચા કિયારાની થઈ રહી છે.જો તમે ફિલ્મનું ટીઝર જોયું હોય તો આખું એક્શનથી ભરપુર છે. રીતિક અને એનટીઆર વચ્ચે વારના સિન્સથી ભરેલા ટીઝરમાં કિયારા તો માત્ર એક સેકન્ડ માટે જ દેખાઈ છે, પણ આટલા ટાઈમમાં પણ તેણે ફેન્સને ઘાયલ કરી દીધા છે.

ફેન્સને પહેલીવાર કિયારાનો હાટ બિકની લૂક જોવા મળ્યો છે. કિયારાએ યેલ્લો કલરની શાઈનિંગ બિકની પહેરી છે. હરિયાળી વાદીઓ વચ્ચે કિયારા બિકની પહેરી ચાલતી હોય તેવું માત્ર એકાદ બે સેકન્ડ માટે દેખાય છે, પણ સોશિયલ મીડિયા પર તેની જ ચર્ચા થઈ રહી છે.અહીં મહત્વનું એ છે કે અભિનેત્રી પ્રેગનન્ટ છે. કિયારા અને સિદ્ધાર્થ મલ્હાત્રા વૂડ બી પેરેન્ટ્‌સ બની રહ્યા છે. કિયારાએ આ શૂટ પ્રેગનન્સી દરમિયાન પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. કિયારા એકદમ ફીટ અને પરફેક્ટ લાગી રહી છે.અગાઉ પણ કિયારાએ મેટ ગાલા ઈવેન્ટમાં પહેલીવાર ભાગ લીધો હતો. અહીં પણ તેનું કોસ્ચ્યુમ બધા માટે આકર્ષણ બન્યું હતું. કિયારાએ બ્લેક અને ગોલ્ડન ગાઉન પહેર્યું હતું અને પોતાના હૃદય અને બેબીબમ્પ પાસે હાર્ટ શેપ બનાવી બન્નેને એક ચેઈનથી જોડયા હતા.કિયારા પહેલીવાર યશ ચોપરા બેનર હેઠળ કામ કરી રહી છે અને એક્શન ફિલ્મ પણ પહેલીવાર કરી રહી છે. રીતિક અને દીપિકા બાદ લોકોને રીતિક સાથે કિયારાની જોડી ગમે છે કે નહીં તે તો ફિલ્મ રીલિઝ થયા પછી જ ખબર પડશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.