વાલિયાના પીઠોર ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું
જુગાર રમતા ત્રણ જુગારીયાઓને રૂપિયા ૧.૭૭ લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:પોલીસ સ્ટાફની રેઈડ પડતા પાંચ જુગારિયાઓ ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કર્યા. વાલિયા પોલીસે પીઠોર ગામની સીમમાં ખાડી કિનારે જુગાર રમતા ત્રણ જુગારીયાઓને રૂપિયા ૧.૭૭ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે પાંચ જુગારીયા ફરાર થઈ ગયા હતા
વાલિયા તાલુકાના પીઠોર ગામમાં રહેતા પિન્ટુ રતિલાલ વસાવા અને રતિલાલ મોતીભાઈ વસાવા પીઠોર ગામની સીમમાં ખાડી કિનારે મોટાપાયે જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના પી.આઈ વી.એન.રબારી અને પી.એસ.આઈ.પી.એન.વલવી સહિત પોલીસ સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૨૩ હજાર,ચાર મોબાઈલ ફોન તેમજ એક ફોર વહીલ ગાડી અને ત્રણ બાઈક મળી કુલ ૧.૭૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે રાજપીપલાના ભાટવાડ વિસ્તારમાં રહેતા ભાવિકકુમાર વિનોદભાઈ દોશી રહે ભાટવાડ રાજપીપલા , ગોકુળ શ્રવણભાઈ ચૌધરી રહે રધુવીર નગર મકાન નંબર- ૧૦ અંદાડા અંકલેશ્વર ,રાજુ જયકીશન વસાવા રહે ચંદેરીયા સુકવાણા ફળીયુને આ ત્રણેયને ઝડપી પાાડ્યા હતા.જ્યારે પાંચ જુગારિયાઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
રેઈડ દરમિયાન નાસી છુટેલ આરોપીઓ (૧) પિન્ટુ રતીલાલ વસાવા (૨) રતીલાલ મોતી વસાવા બન્ને રહેવાસી- પીઠોર તા . વાલીયા જી . ભરૂચ (૩) બાબુ સુકરભાઇ વસાવા રહેવાસી- મોખડી તા . વાલીયા (૪) રામજી (૫) મેહુલને ઝડપી પાડવા તેમની વિરુધ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
ત્રણેય જુગારીયાઓ પાસેથી મળેલ મુદ્દામાલ ત્રણેયની અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપિયા તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડા રૂપિયા ૨૩,૮૬૦ મોબાઇલ ફોન નંગ -૪ કિ.રૂ ૪૦૦૦ અને એક ફોરવ્હીલ તેમજ ત્રણ મોટર સાયકલ મળી કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૧,૭૭,૮૬૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ હતા.