વાલિયા રામેશ્વર મંદિર સામે રોડ ઉપર ઉભેલી ટ્રકને પાછળથી આવેલી ટ્રક અથડાતા અકસ્માત

(પ્રતિનિધિ) ભરૂચ, વાલિયાથી નેત્રંગ આવતા સ્ટેટ હાઈવે ૧૩ નંબર ઉપર સીતારામ ટ્રસ્ટની સામે રાત્રીના પાર્કિંગ લાઈટો ચાલુ કર્યા વિના ટ્રક ઉભી રાખતા તેની પાછળથી આવતી ટ્રકના ચાલકે ઉભેલી ટ્રકની ઓવરટેક કરવા જતાં સામેથી બીજી ટ્રક આવી જતા ઉભેલી ટ્રકમાં પાછળથી અથડાય હતી.
આ અકસ્માતમાં ઉભેલી ટ્રકના ચાલકને ઈજાઓ થતા તાત્કાલીક પ્રથમ વાલિયા સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર અર્થે અંકલેશ્વર લઈ જવાયો હતો. અંકુશ એકનાથ ચૌરે મૂળ રહે,મહારાષ્ટ્રનો માલ ભરી અંકલેશ્વર આવ્યો હતો.આ માલ ખાલી કરી પાલેજની એક ખાતર બનાવતી કંપનીમાંથી ખાતર ભરી ટ્રક નંબર ૮૬૨૭ માં મહારાષ્ટ્રના પરભણી જઈ રહ્યો હતો.
તે અરસામાં સીતારામ ટ્રસ્ટની સામે રામેશ્વર મહાદેવ મંદિર નજીક રાજ્ય ધોરીમાર્ગ ઉપર રાત્રીના ૬૨૩૭ નંબરનો ટ્રક રોડ ઉપર ઉભી રાખી તેનો ચાલક ટાયર ચેક કરતો હતો તે અરસામાં પાછળથી આવતી ટ્રક ૮૬૨૭ ના ચાલકે ઉભેલી ટ્રકની ઓવરટેક કરવા જતાં સામેથી બીજી ટ્રક આવી જતા ડાબી સાઈડે લેવા જતા ઉભેલી ટ્રક સાથે પાછળથી ધડાકાભેર અથડાય હતી.આ અકસ્માતમાં આગળ ઉભેલી ટ્રકનો ચાલક ટ્રકની આગળ હોવાથી તેને ઈજાઓ થતા તાત્કાલીક ૧૦૮ દ્વારા વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયો હતો.*