વાલીએ ઓફલાઇન ક્લાસ માટે મોકલી, તો વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો

વિઝિયાનગરમ, રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ નોલેજ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતી આંધ્રપ્રદેશના વિઝિયાનગરમની એક વિદ્યાર્થીનીએ તેના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. કોલેજ સત્તાવાળાઓને ઘટનાની જાણ, ત્યારે થઈ જ્યારે કેટલીક છોકરીઓએ જાેયું કે છોકરીનો રૂમ અંદરથી બંધ હતો. દરવાજાે તોડતાં અધિકારીઓને બાળકી પંખાથી લટકતી જાેવા મળી હતી.
અહેવાલ મુજબ, તેના માતા-પિતાએ તેણીની ઈચ્છા વિરુદ્ધ ઓફલાઈન ક્લાસમાં હાજરી આપવા દબાણ કર્યું હતું. મૃતકની ઓળખ મનીષા અંજુ તરીકે થઈ છે.
તે વિઝિયાનગરમના નેલ્લીમારલાની રહેવાસી હતી. તે શ્રીકાકુલમની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી. શૈક્ષણિક સત્રની શરૂઆતથી જ તે ઓનલાઈન ક્લાસમાં હાજરી આપી રહી હતી. જે દરમિયાન કોવિડ ૧૯ કેસમાં ઘટાડો થવા લાગ્યો, કોલેજ સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને જાણ કરી કે, તેઓ ઓનલાઇન વર્ગો ચાલુ રાખી શકે છે અથવા ઓફલાઇન વર્ગોમાં હાજરી આપવાનું શરૂ કરી શકે છે.
ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, છોકરીની ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવાની ઈચ્છા હોવા છતાં, તેના માતા-પિતાએ આગ્રહ કર્યો કે, તે ઓફલાઈન ક્લાસમાં જાેડાય અને તેને આઈઆઈઆઈટી-શ્રીકાકુલમ જઇ આવે.
માતા-પિતાથી નારાજ યુવતીએ પોતાનો મોબાઈલ ફોન બસમાં ફેંકી દીધો હતો. તેના માતાપિતાએ બીજા દિવસે તેને નવો ફોન ખરીદી આપ્યો હતો. બુધવારના રોજ કેટલીક વિદ્યાર્થીનીઓએ જાેયું કે, તેનો રૂમ અંદરથી બંધ હતો અને તેણે કોલેજ પ્રશાસનને જાણ કરી. રૂમમાં પ્રવેશીને તેણે છોકરીને પંખાથી લટકતી જાેઈ. એહરલાના સબ-ઇન્સ્પેક્ટર કે રામુએ જણાવ્યું કે, ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૧૭૪ (શંકાસ્પદ મૃત્યુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.HS