વાલ્દીમીર પુતિને પૈસા માટે ટેક્સી ડ્રાઈવર તરીકે પણ કામ કર્યું હોવાનો ખુલાસો

નવી દિલ્હી, દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં સ્થાન પામતા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના અંગત જીવન વીશે ભાગ્યે જ વધારે જાણકારી સામે આવી છે. જાેકે હવે પુતિને પોતાના જીવન પર બનેલી એક ડોક્યુમેન્ટરીમાં ઘણી એવી વાતો જણાવી છે જે અગાઉ દુનિયાને ખબર નહોતી.
પુતિન અગાઉ રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીના એજન્ટ હતા તે બધાને ખબર છે પણ પુતિનનુ કહેવુ છે કે, સોવિયત સંઘના ટુકડા થયા તે પછી મારી મુશ્કેલીઓ વધી ગઈ હતી અને વધારાના પૈસા કમાવવા માટે મેં ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કર્યુ હતુ. ૧૯૯૦માં સોવિયત સંઘનુ વિઘટન થયુ તે પછી દેશની ઈકોનોમી ખાડે ગઈ હતી.
પુતિને આ અંગે કહ્યુ હતુ કે, ઐતહાસિક રશિયાનુ આ પતન હતુ.પુતિન પહેલા પણ કહી ચુકયા છે કે, સોવિયેત સંઘનુ પતન એ રાષ્ટ્રીય આપત્તિ હતી. દરમિયાન ડોક્યુમેન્ટરીમાં પુતિને કહ્યુ હતુ કે, ૧૯૯૦માં ઐતહાસિક રશિયાના ભાગલા પડયા હતા અને રશિયા કે જે સોવિયેત સંઘના નામે જાણીતુ હતુ.
ક્યારેક મારે વદારાના પૈસા કમાવવા માટે તે વખતે ટેક્સી ચલાવવી પડતી હતી. દરમિયાન પુતિનના નિવેદન બાદ યુક્રેન માટે તેઓ શું વિચારી રહ્યા છે તે અટકળો તેજ બની રહી છે.યુક્રેન સોવિયેત યુનિયનનો એક હિસ્સો હતો અને એ પછી સ્વતંત્ર દેશ બન્યો હતો.હાલમાં પુતિને યુક્રેનની સીમા પર જંગી સૈન્ય જમાવટ કરી છે અને તેને લઈને નાટો દેશોમાં ચિંતાનો માહોલ છે.SSS