વાવણીમાં ૫૦ ટકાના વિલંબથી પાકમાં ઊથલપાથલનાં એંધાણ

Files Photo
ગાંધીનગર: ગુજરાતમાં ૧૫ જૂને વિધિવત ચોમાસું શરૂ થઈ જાય છે. આ વખતે વાવણી મોડી શરૂ થઈ છે. ગયા વર્ષે ૨૧ જૂન ૨૦૨૦માં ૧૪ લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી. આ વર્ષે ૨૦૨૧માં ૨૧ જૂન સુધી અડધા વિસ્તારમાં માંડ વાવણી થઈ શકી છે. ૭ લાખ હેક્ટરમાં વાવેતર થયા છે. આ ઘટાડો મોટા ભાગે તો કપાસ અને મગફળીના ઓછા વાવેતર માટે છે.
કપાસ અને મગફળીનું વાવેતર ૬.૧૨ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે ૨૦૨૦માં ૧૨.૬૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ ૬.૫૦ લાખ હેક્ટર વાવેતર મોડું થયું છે. જાેકે આ વખતે વાવેતરનો ટ્રેન્ડ મોટી ઉથલપાથલ સૂચવે છે. સારો વરસાદ છતાં વાવણી સારી રીતે થઈ નથી.
કુલ ૮૫ લાખ હેક્ટર જમીન પર સામાન્ય રીતે ચોમાસામાં વાવેતર થાય છે. તેના ૮ ટકા માંડ વાવણી થઈ છે. ૫૦ ટકા ગુજરાતમાં એક અઠવાડિયા મોડું વાવેતર ચાલી રહ્યું છે. આગામી કૃષિ ઉત્પાદનોમાં તે મોટી ઉથલપાથલ લાવી શકે છે. ૮૭-૯૦ લાખ ટન અનાજ, કઠોળ, તેલિબિયાનું ઉત્પાદન ગયા વર્ષે અંદાજેલું હતું. આ વખતે તેમાં વેપારીઓની ધારણા કરતાં વધારે ફેરફારો આવી શકે છે. કૃષિ વિભાગ હવે પાક ઉત્પાદન અને વાવેતરની પહેલી અંદાજાે જાહેર કરશે ત્યારે સાચો અંદાજ આવશે.