Western Times News

Gujarati News

વાવણી કરવા ખેતરમાં જઇએ કે ડીઝલ માટે લાઇનમાં ઉભા રહીએ?

અરવલ્લી, છેલ્લા થોડા દિવસોથી ડીઝલ અને પેટ્રોલનો અપૂરતો જથ્થો હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે સાબરકાંઠામાં ખેડૂતોની ચિંતા વધી છે. એકતરફ આ વખતે ચોમાસાના આગમન સાથે સારો વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજુ ડીઝલની અછતને કારણે ખેડૂતોને પંપો પર લાઇન લગાવીને કલાકો ઉભુ રહેવું પડે છે.

આ સાથે બધા પંપો પર ડીઝલ ન હોવાને કારણે તેમને ઘણીવાર રઝળપાટ પણ થઇ રહ્યો છે. જાેકે રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ઇંધણની અછત માત્ર અફવા ગણાવી છે.

આ અંગે પાલનપુરમાં આવેલા પેટ્રોલ પંપ પર તપાસ કરતા સામે આવ્યું કે, આબુ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પેટ્રોલ પૂરતા પ્રમાણમાં છે.

આ પંપોના સંચાલકોએ જણાવ્યું હતું કે, હાલમાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ-ડીઝલનું વેચાણ ચાલુ છે. હાલ કોઇ પ્રકારની તકલીફ નથી. જે ગ્રાહકો આવે છે તેમને પૂરતું ડીઝલ મળે રહે છે. આ સાથે અરવલ્લી જિલ્લાના ખેડૂતો જણાવે છે કે, ડીઝલની શોર્ટેજથી અમે પરેશાન થઇ ગયા છે. જિલ્લાના ૫ ટકા પંપો પર જ ડીઝલ લાગી રહ્યું છે. જેથી પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગેલી જાેવા મળી રહી છે.

વાવણીના સમયે જ ડીઝલ ખૂટતા ખેડૂતોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. તેઓ જણાવે છે કે, એક તરફ સારો વરસાદ થતા વાવણીનો સમય આવ્યો છે તો બીજી બાજુ ડીઝલ મળતું નથી તો અમે ખેતી કઇ રીતે કરીએ.અન્ય એક ખેડૂતે જણાવ્યું કે, હાલ અમારે મગફળીની સિઝન શરૂ થઇ ગઇ છે.

તો વાવણી માટે અમારે ડીઝલની ઘણી જ જરૂર હોય છે. પરંતુ ડીઝલ સહેલાઇથી મળી નથી રહ્યું. હું ૧૦થી ૧૫ પંપો ફરીને આવ્યો પણ એક જ જગ્યાએ મને ડીઝલ મળ્યું. અમારે અત્યારે ખેતરોમાં કામ કરવાને બદલે અહીં લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહીને સમય બગાડવો પડે છે.

વલસાડમાં સુશાસનના ૮ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. તે દરમિયાન રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પેટ્રોલ-ડીઝલની અછત અંગે નિવેદન સામે આપ્યું છે. તેમણે કહ્યું કે, ઈંધણની અછત માત્ર અફવા છે. અત્યારે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે વીજ કટોકટી મામલે જે પ્રકારે પગલાં ભર્યા છે, તે પ્રકારે આ મુદ્દે પણ સરકાર પ્લાનિંગ કરી રહી છે. અત્યારે રાજ્યમાં ઈંધણની કોઈ પ્રકારની અછત નથી. જેથી લોકોએ આ પ્રકારની અફવાથી દૂર રહે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.