વાવાઝોડાંને કારણે ગુજરાતમાં ૪૦ હજાર ઝાડ અને ૧૬,૫૦૦થી વધુ ઘર પ્રભાવિત
અમદાવાદ: તૌકતેને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોમાં ભારે નુકસાન થયું છે. કેટલાય જિલ્લાઓમાં ઝાડ અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ ગયા છે. મોડી રાતે ૧૮૫ કિમી પ્રતિ કલાકની ગતિએ ગુજરાત તટ સાથે ટકરાયા બાદ વાવાઝોડું કમજાેર પડી ગયું છે. અને હવે સુરેન્દ્રનગરથી થઈ આ વાવાઝોડું રાજસ્થાન તરફ ફંટાશે. તૌકતેએ તબાહી મચાવી અમરેલી અને ભાવનગરથી થતાં વાવાઝોડું તૌકતે હવે લગભગ ગુજરાતમાંથી પસાર થઈ ચૂક્યું જ છે. જ્યારે તોફાનની અસર હજી પણ યથાવત છે. કેટલાક વિસ્તારોમાં તેજ હવાઓ સાથે વરસાદનો સિલસિલો યથાવત છે.
સાવચેતીના ભાગરૂપે ૧ વાગ્યા સુધી સુરત એરપોર્ટ બંધ રાખવામાં આવ્યો છે. વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં જહાજ ફસાતાં ૪૧૦ લોકોના જીવ જાેખમાયા હતા, નેવી દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે ગૃહમંત્રી અમિત શાહે સીએમ વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરી વાવાઝોડાની સ્થિતિ અંગે જાણકારી હાંસલ કરી. સાથે જ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સીએમ સાથે પણ વાત કરી.
વાવાઝોડાને કારણે ૪ લોકો મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ થઈ છે. વિજય રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિને લઈ હાઈલેવલ મીટિંગ કરી. જેમાં તટીય વિસ્તારોમાંપડતા ૧૪ જિલ્લાના અધિકારીઓ સામેલ થયા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે વાવાઝોડાના કારણે ૩ લોકોના મોત થયાં છે. આ ઉપરાંત ૪૦ હજાર ઝાડ અને ૧૬,૫૦૦થી વધુ ઘર પ્રભાવિત થયાં છે. ૪૦ હજારથી વધુ ઝાડ અસરગ્રસ્ત ગૃહમંત્રી અમિત શાહે સીએમ વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરી વાવાઝોડાની સ્થિતિ અંગે જાણકારી હાંસલ કરી.
સાથે જ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સીએમ સાથે પણ વાત કરી. વાવાઝોડાને કારણે ૪ લોકો મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ થઈ છે. વિજય રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિને લઈ હાઈલેવલ મીટિંગ કરી. જેમાં તટીય વિસ્તારોમાંપડતા ૧૪ જિલ્લાના અધિકારીઓ સામેલ થયા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે વાવાઝોડાના કારણે ૩ લોકોના મોત થયાં છે. આ ઉપરાંત ૪૦ હજાર ઝાડ અને ૧૬,૫૦૦થી વધુ ઘર પ્રભાવિત થયાં છે.