વાવાઝોડાથી ભરૂચની પૂર્વ પટ્ટીમાં શેરડી અને કપાસના પાકને ભારે નુક્સાન
સતત ત્રીજા વર્ષે અન્નદાતા પર આર્થિક ફટકો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: તાઉ-તે વાવાઝોડાએ શેરડી અને કપાસના પાકને સંપૂર્ણ પણે નાશ કરતા ભરૂચની પૂર્વ પટ્ટી પરના ધરતીપુત્રો સતત ત્રીજા વર્ષે આર્થિક ફાટકા થી ચિંતામાં મુકાયા છે.
ગુજરાત પર ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાએ દરિયાઈ વિસ્તાર સહિત સમગ્ર ભરૂચ જીલ્લા ને ધરમોળતા ખેડૂતોને પાયમાલ કરી દીધા છે.છેલ્લા બે વર્ષ માં પુર અને કોરોના ના કારણે ભારે નુકસાની વેઠી રહેલા ખેડૂતો કોરોના વચ્ચે પણ આ વર્ષે આર્થિક રીતે પુનઃ પગભર થવાની આસા રાખી રહ્યા હતા.પણ અચાનક ત્રાટકેલા તાઉ -તે ખેડૂતો ની આશા પર સતત પાણી ફેરવી દીધું છે.
વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદ થી ભરૂચ ની પૂર્વ પટ્ટી પર શેરડી અને કપાસ પક્વતા ધરતીપુત્રો ની મહેનત અને આશા પર પાણી ફરવતા શેરડી અને કપાસ નો પાક જમીનદોસ્ત થઇ ગયો છે.તવરા ગામમાં જ ચાર થી પાંચ કરોડ નું નુકસાન હોવાનું અહીંના ખેડૂત જણાવી રહ્યા છે.
ધરતી પુત્રો આ આસમાની આફત સામે મજબૂર થઈ આર્થિક રીતે તૂટી ગયા છે.સરકાર સામે સહાય માટે આશ લગાવી બેઠા છે.ત્યારે અન્નદાતા ની વેદના તંત્ર સમજે તે આવશ્યક છે.