Western Times News

Gujarati News

વાવાઝોડાના પગલે શહેરના વાતાવરણમાં પલ્ટો

(તસવીર : જયેશ મોદી)

વહેલી સવારથી આકાશ કાળા ડીબાગ વાદળોથી છવાયું : અનેક સ્થળોએ
વરસાદના છાંટા પડતાં નાગરિકો ખુશખુશાલ


(પ્રતિનિધિ) અમદાવાદ :
રાજયમાં દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડુ ફુંકાવાની આગાહીના પગલે સરકારી તંત્ર સજ્જ બની ગયું છે અને જાનહાની અટકાવવા માટે તમામ પગલા ભરવામાં આવી રહયા છે ગુજરાતથી ૩૦૦ કી.મી. દુર વાવાઝોડુ પહોંચી ગયું છે અને આજે મધરાતથી સવાર સુધીમાં ગુજરાતના દરિયા કિનારે ત્રાટકે તેવી દહેશત વચ્ચે દરિયાકિનારાના વિસ્તારો ખાલી કરાવવાની શરૂઆત કરવામાં આવી છે.


ગઈકાલ મધરાતથી જ વાવાઝોડાની અસર રાજયભરમાં જાવા મળી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયુ બની જતાં કેટલાક સ્થળો પર વરસાદ પડી રહયો છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે અસહ્ય ગરમી બાદ આજ સવારથી જ આકાશ વાદળછાયુ બની જતા અને કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા પડતાં નાગરિકોને ગરમીમાંથી રાહત મળી છે અને હજુ પણ ત્રણ દિવસ સુધી અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

વાયુ નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો તરફ આગળ વધી રહયુ છે કલાકના ૧૬ કી.મી.ની ઝડપથી આ વાવાઝોડુ આગળ વધતા ગુજરાતમાં અને ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં આવેલા ગામોને ખાલી કરાવવામાં આવી રહયા છે તમામ લોકોને રાહત કેમ્પમાં આશ્રય આપવામાં આવ્યો છે વાયુ વાવાઝોડાની તીવ્રતા વધતા હવે તે વધુ વિનાશકારી બની રહયું છે.

વાવાઝોડાની અસર ગુજરાત પર જાવા મળી રહી છે ગઈકાલ સાંજથી જ દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે જયારે મધરાતથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડી રહયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી પડતી હતી જેના પરિણામે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા ગરમીનો પારો ૪પ ડીગ્રીએ પહોંચી જતા જનજીવન પર અસર પહોંચી હતી. વાયુ વાવાઝોડુ ગુજરાતની નજીક આવતા જ રાજયભરના વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવી ગયો છે જેના પગલે ગરમીનો પારો નીચો ઉતર્યો છે.

જાકે વાવાઝોડાના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે આ પરિÂસ્થતિ વચ્ચે રાજયમાં ચોમાસા જેવો માહોલ જાવા મળી રહયો છે અમદાવાદ શહેરમાં ગઈકાલે અસહ્ય ગરમી બાદ આજે સવારથી જ આકાશ વાદળછાયુ જાવા મળ્યુ હતું અને વરસાદના છાંટા પડતા નાગરિકોને ગરમીમાંથી રાહત મળી છે જાકે આ પરિÂસ્થતિ વાવાઝોડાની અસરથી જાવા મળી રહી છે તેવુ હવામાન વિભાગનું માનવુ છે.

રાજયમાં મધરાતથી જ વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનો શરૂ થયો છે અને તેજ રીતે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ચોમાસા જેવો માહોલ છવાયેલો છે જાકે ઉત્તર ગુજરાતમાં માત્ર વરસાદી છાંટા જ પડયા છે. અરવલ્લી જીલ્લામાં પણ સવારથી જ આકાશ વાદળછાયુ બની ગયું છે એજ રીતે ઉત્તર ગુજરાતના તમામ  લ્લાઓના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અમદાવાદ શહેરમાં આવેલા વાતાવરણના પલ્ટાથી નાગરિકો ખુશખુશાલ જાવા મળી રહયા છે.

જાકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા છે પરંતુ ગરમીમાંથી રાહત મળી ગઈ છે હજુ ત્રણ દિવસ સુધી અમદાવાદ શહેરમાં છુટાછવાયા વરસાદના છાંટા પડે તેવી આગાહી કરાઈ છે જયારે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાવાઝોડાના કારણે તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

સૌરાષ્ટ્રના અને દ.ગુજરાતના જિલ્લાઓમાં સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહયા છે આમ વાયુ વાવાઝોડાની અસર ગુજરાત પર જાવા મળી રહી છે અને જે મધરાતથી વહેલી સવાર સુધીમાં આ વાવાઝોડુ ત્રાટકવાનું છે ત્યારે સમગ્ર રાજયમાંથી સંબંધિત એજન્સીના અધિકારીઓને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.