Western Times News

Gujarati News

વાવાઝોડામાં કૂતરાએ ટ્રેક્ટરની છત્રી ઉપર બેસીને ભ્રમણ કર્યું

સુરતમાં ભરાયેલા પાણીનું નિરિક્ષણ કરવા નિકળ્યો હોય એવું વીડિયો જાેતા લાગી રહ્યું છે, વ્યૂયર્સ અત્યંત રોમાંચિત

સુરત: હાલમાં ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાને લઈને સુરતમાં ગતરોજથી વરસાદ અવિરત વરસી રહ્યો છે. વરસાદ વચ્ચે ભારે પવનના કારણે શહેરના અનેક વિસ્તારમાં હોર્ડિંગ પણ તૂટી ગયા છે. બીજી બાજુ પતરા તાસના પત્તાની જેમ હવામાં ઉડતા જાેવા મળ્યા હતા. આ તમામ ઘટના વચ્ચે એક રમુજી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક શ્વાન એક ટ્રકટરની છત્રી પર બેસેલો જાેવા મળે છે.

સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં ક્યાં પાણી ભરાયા છે તે જાેવા જઈ રહ્યો હોય તેમ લાગે છે. આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યો છે. વાવાઝોડાએ ગુજરાતમાં ઘણી તારાજી સર્જી છે. ટાઉતે વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ ભયાનક જાેવા મળી હતી. વાવાઝોડાની અસરથી શહેરમાં ઠેરઠેર ધોધમાર વરસાદ વરસ્યો હતો. પ્રથમ વરસાદમાં જ અમદાવાદમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. ટાઉતે વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં જાેવા મળી રહી છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પરિવહન સેવા સંપૂર્ણ બંધ રાખવાનો રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે ર્નિણય કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.