વાસણામાં એસોશીએશનની જમીન બારોબાર વેચી મારતાં ત્રણ સામે ફરિયાદ
નકલી દસ્તાવેજાે બનાવી રૂપિયા દોઢ કરોડમાં અન્ય વ્યક્તિ સાથે સોદો કરાયો
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરનો વિકાસ થતાંની સાથે જ ભુમાફીયાઓ અને ગઠીયાઓનો ત્રાસ પણ વધ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં જમીન મકાન કે સ્થાવર મિલ્કતોના નકલી દસ્તાવેજા બનાવી ચીંટીંગ કરવાના કેસ અવારનવાર સામે આવે છે આવો જ વધુ એક કિસ્સો વાસણા વિસ્તારમાં બનતા ચકચાર મચી છે. ફરીયાદી કાંતીભાઈ પંડીત રવિકિરણ સોસાયટી, વાસણા ખાતે રહે છે વકીલાતનો વ્યવસાય કરતાં કાંતિભાઈ મંજુશ્રી ઓનર્સ એસોશીએશનના ચેરમેન તરીકે સેવા આપે છે આ સંસ્થામાં કુલ છ સભ્યો છે અને તેમની વાસણા ગામની સીમમાં જમીન આવેલી છે.
આ જમીનના હરેશભાઈ ઈન્દ્રપ્રસાદ ભટ્ટ (શીવાલય એપાર્ટમેન્ટ, નહેરુનગર), રૂપલબેન ભરતભાઈ હરીહર (પરેશ એપાર્ટમેન્ટ, પાલડી) અને સની કૌશીકભાઈ પટેલ (અશ્વરાજ બંગ્લો, થલતેજ)એ ભેગા મળીને નકલી દસ્તાવેજા બનાવ્યા હતા અને અન્ય વ્યક્તિને રૂપિયા દોઢ કરોડમાં વેચી મારી હતી જેની જાણ થતાં કાંતિભાઈએ આ ત્રણેય શખ્સો વિરુધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.