વાસણામાં ચાલતો દેશી દારૂનો હાલતો-ચાલતો અડ્ડો
રીક્ષામાં આવતો શખ્સ બે કલાકમાં માલ ખલાસ કરી જતો રહે ૃછેઃ ગુપ્તાનગર જાહેર રોડ પર રોજ બનતી ઘટનાઃ નજીકમાં જ વેજલપુર પોલીસ સ્ટેશન અને સામે જ તંબુ ચોકી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : એક તરફ ગુજરાત સરકાર દારૂની બદી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાં આદેશ આપ્યા છે. બીજી તરફ શહેરમાં એવાં કેટલાંક પોલીસ સ્ટેશન પણ છે. જેની હદમાં નવાં નવાં દારૂનાં અડ્ડા ખુલી રહયાં છે. ઉપરાંત બુટલેગરો અને ખેપીયા પોલીસનો થાય અથવા માટે અવનવાં કિમીયા અજમાવે છે.
આવું જ એક નવું દારૂનું સ્ટેન્ડ વાસણા વિસ્તારમાં આવેલાં ગુપ્તાનગરમાં શરૂ થયું છે. દેશી દારૂનું વેચાણ કરનાર શખ્સ કયાંકથી આવીને રીક્ષા ગુપ્તાનગર ખાતે ઉભી રહે છે. અને કાગડોળે દેશી દારૂની રાહ જાતાં નશાખોરો સાંજનાં સાતેક વાગે આવતી આ રીક્ષાની આસપાસ ટોળે વળે છે.
દારૂ વેચનાર શખ્સ આશરે દોઢથી બે કલાક સુધી પોતાની રીક્ષામાંથી જ વેચાણ કરીને બાદમાં રફુચકકર થઈ જાય છે. આવી ચર્ચા છેલ્લાં કેટલાંક સમયથી સ્થાનીક રહીશો તથા આસપાસનાં વેપારીઓ પણ કરી રહયાં છે. દાર ભરેલી રીક્ષા જે જગ્યાએ ઉભી રહે છે. એ લારી બજાર છે. તથા અન્ય દુકાનો પણ ત્યાં આવેલી છે. તેનાથી થોડે દૂર નવા બિલ્ડીંગના કન્સ્ટ્રકશન આગળ જ તંબુ ચોકી આવેલી છે. ઉપરાંત રસ્તાની બીજી વેજલપુર પોલીસ સ્ટેશન આવેલું છે.
તેમ છતાં સાંજનાં સુમારે રીક્ષા લઈને આવતો શખ્સ જાહેરમાં જ દારૂનું વેચાણ કરવા છતાં કોઈનું ધ્યાન ન જાય એ બાબત માનવામાં આવે તેમ નથી. અત્રે નોંધનીય છે કે આ સંવેદનશીલ વિસ્તાર હોવાથી દિવસ-રાત દરમ્યાન સતત વેજલપુર તથા વાસણા પોલીસની પેટ્રોલિગની ગાડીઓ અહીયા ફરતી જ રહે છે.
અગાઉથી જ વાસણા વિસ્તારમાં નામચીન શખ્સોનાં જેમાં મહીલાઓ પણ સામેલ છે. તેમનાં દેશી વિદેશી દારૂનાં અડ્ડા ચાલી જ રહયાં છે. જેનાથી આસપાસનાં રહીશો ત્રસ્ત છે. ઉપરથી દબાણ આવતાં કેટલાંક સમય માટે આ અડ્ડાઓ બંધ કરી દેવામાં આવે છે. જા કે બેરોકટોક વર્ષોથી ચાલતાં આ અડ્ડાઓને કોઈ બંધ કરાવી શકયું નથી.
ત્યારે વધુ એક દેશી દારૂનો મુવેબલ અડ્ડો ખુલી જતાં નશાખોરો ગેલમાં આવી ગયાં છે. જયારે સ્થાનિક રહીશો ત્રસ્ત થઈ ગયાં છે. અને જવાબદાર વ્યકિતઓ હપ્તા ખાતાં હોવાની ફરીયાદ કરી રહયાં છે. જેથી રાજય સરકારનાં આદેશને પણ અવગણીને બેરોકટોક ગેરકાયદેસર દારૂનાં અડ્ડા ચલાવતાં અને ચલાવવા દેતાં તમામ વ્યકિતઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ રહીશો કરી રહયાં છે.