વાસણામાં સ્ટ્રીટ લાઈટો બંધ, ખાડા ખૈયાવાળા રસ્તાઓથી નાગરીકો ત્રસ્ત
વિકસિત ગણાતા વાસણાની આ છે વાસ્તવિકતા |
(પ્રતિનિધિ) અમદાવાદ : સ્માર્ટ સીટીના નગરજનોને સ્વપ્ર બતાવી સ્માર્ટ સીટીની ઘણી ઘણી વાતો કરી પરંતુ વાસ્તવિકતા કાંઈક જુદી જ છે માત્ર ગીફટ સીટી ડેવલપ કરાતા કે મેટ્રો રેલ લાવવાથી શહેર સ્માર્ટ સીટી કહેવાશે નહી જરૂર છે શહેરના હાલના વિસ્તારો ડેવલેપમેન્ટની શહેરના પશ્ચિમ વિસ્તારની આ વાત છે.
દક્ષિણ વાસતા જે તાજેતરમાં જ વિકસીત કર્યાનો મ્યુ. કોર્પોરેશન દાવો કરતી આવી છે તેમાં જી.બી.શાહ કોલેજથી શરૂ થઈ તે રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં આજથી જ નહી પરંતુ છેલ્લા ૩-૪ વર્ષથી રસ્તાની આ હાલત છે અનેક રજુઆતો છતાં રસ્તાની હાલત સુધરી નથી.
તેવી જ હાલત એ.પી.એમ.સી માર્કેટ ચાર રસ્તાથી નવા વિકાસ પામેલ દક્ષીણ વાસણાની છે ત્યાંના રહીશોનું કહેવું છે કે ર૦૧૩ સાલથી આ હાલત હતી તેમાં આ વર્ષે પડેલા વરસાદથી રસ્તાની હાલત તો વધુ બગડી છે ફુટપાથ બનાવવામાં આવી હતી ખરી પણ વૃક્ષારોપણથી ફુટપાથ નાની બની અને વરસાદ પડવાને કારણે ખાબડખૂબડ રસ્તાઓ પર વાહન ચલાવવું મુશ્કેલ બન્યુ છે સાથે સાથે રાહદારીઓની હાલાકી પણ વધી છે.
ખાડાખૈયાવાળા રસ્તા, પાણી ભરાયેલા ખાબોચીયા અને તેમાં પણ સ્ટ્રીટ લાઈટો નહી તેને કારણે અધારૂં થતા તો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે માત્ર મુશ્કેલી જ નહી પરંતુ ભારે જાખમી પણ બને છે. અનેક વાર રજુઆતો લેખિતમાં ફરીયાદો, સ્થાનિક મ્યુ. કોર્પોરેટરોની સમક્ષ પણ રજુઆતો કરી પરંતુ પરીણામ શુન્ય, લેખિત જવાબ મળે છે મેટર પુરી થઈ ગઈ છે કાંઈ કરવાનું રહેતું નથી.
રૂબરૂ મળવા જાય ત્યારે અધિકારીઓ ખોખો આપતા હોય છે ત્યાંના રહીશો અવારનવાર રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા મ્યુ. તંત્ર સામે તેમનો આક્રોશ વધતો જાય છે. આ રસ્તાઓ ઉપર ટ્રાફિક પણ વધારે છે શાળા-કોલેજામાંથી જયારે વિદ્યાર્થીઓ છુટતા હોય છે ત્યારે ભયના ઓથાર હેઠળ રસ્તાઓ પસાર કરતા હોય છે રહીશો આશા રાખે છ ેકે મ્યુ. કોર્પોરેશનના સત્તાવાળાઓની ઉંઘ ઉડે અને રસ્તાઓ સુધારે.