વાસણા પોલીસે ચોરીમાં સંડોવાયેલા ૩ ને ઝડપ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, : શહેરના વાસણા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક વૃધ્ધ મહીલાના હાથમાંથી નજર ચુકવીને સોનાની બંગડીઓ ચોરી જવાની ફરીયાદ નોંધાઈ હતી. આ ઘટનાની તપાસ કરતાં વાસણા પોલીસે મુદ્દામાલ સાથે ત્રણ ચોરને ઝડપી લીધા છે.
આ ઘટનાની વિગત એવી છે કે થોડા દિવસ પહેલાં વાસણા વિસ્તારમાં રહેતી એક વૃધ્ધાના હાથમાંથી કેટલાંક ઈસમોએ નજર ચૂકવીને ૪૦ હજાર રૂપિયાની કિંમતની સોનાની બંગડીઓ ચોરી લીધી હતી. જેની ફરીયાદ નોંધાતા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.
ઉપરાંત ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કુટેજ મેળવતા એક શંકાસ્પદ રીક્ષા તથા મોટર સાયકલ દેખાયા હતા જેનું પગેરું મેળવતા પોલીસે ભરત ઉર્ફે બાબલો મીઠાપરા (ભાવનગર), કરણ ઉર્ફે લંગડો વળંગીયા (અમરેલી) તથા ધીરુ મીઠાપરા (અમરેલી)ને સોનાની બંગડી, બે વાહન, મોબાઈલ ફોન સહીત ૧.૬૬ લાખની મત્તા સાથે ઝડપી લીધા હતા.