વાસણા ફ્લાયઓવર લૂંટ પ્રકરણમાં કોન્સ્ટેબલ સહિત પાંચની પૂછપરછ
મુંબઈની પેઢીના કર્મચારી પાસેથી નારોલમાં રૂ.૨૫,૦૦૦ પડાવી લેવાં તથા વાસણા ફ્લાયઓવર ઉપર સોનાના દાગીના લૂંટવાની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન તપાસ :કર્મચારી તથા તેને લેવા આવેલાં વેપારીની પણ સઘન પૂછપરછ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે અને નાગરીકો અસલામતીની લાગણી અનુભવી રહ્યાં છે. આ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે અમદાવાદ શહેરનાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. જેમાં મુંબઈની હીરા પેઢીની એક કર્મચારીએ અમદાવાદ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતાં. latest news from gujarat
મુંબઈથી સોનાના દાગીના લઈ આવેલાં આ કર્મચારી પાસેથી ચેકીંગના બહાને નારોલમાં રૂપિયા પડાવનાર શખ્સ સાથે જ પોલીસ અધિકારીઓ ગઈકાલે એક કોન્સ્ટેબલ તથા ૪ હોમગાર્ડના જવાનોને વાસણાં પોલીસમાં બોલાવી બંધ બારણે સઘન પૂછપરછ કરી હતી. અને બીજીબાજુ આ વેપારીના જવાબમાં પણ વિરોધાભાસ જણાતાં આજે સવારથી જ તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. latest news from gujarat
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં કથળેલી કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે શહેરનાં નારોલ તથા વાસણા વિસ્તારમાં મુંબઈથી સોનાનાં દાગીના લઈને આવેલાં પેઢીના એક કર્મચારી સાથે ચોંકાવનારી ઘટના ઘટી હતી. આ કર્મચારી નારોલ પાસેથી બસમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસ કર્મચારીઓએ તેને નીચે ઉતારી પૂછપરછ કરી હતી. મુંબઈની એસ.એમ.જેમ્સ કંપનીમાં નોકરી કરતાં નવીન બાબુભાઈ આ સોનાનો જથ્થો લઈ અમદાવાદ આવ્યાં હતાં.
ઘટના બાદ વાસણા ફ્લાય ઓવર ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની કાર્યવાહી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તાજેતરમાં વાસણા વિસ્તારમાં નવાં બનાવેલાં બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બ્રિજ નાગરીકો માટે ખૂબજ રાહતરૂપ બની ગયો છે. અને દિવસ દરમ્યાન તેના ઉપર ભારે ટ્રાફિક જાવા મળી રહ્યો છે. બ્રિજ ઉપર પણ કેટલાંક કામો હજુ બાકી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલાં છે આ દરમ્યાનમાં ગઈકાલે વાસણાં બ્રિજ ઉપર સોનાના દાગીનાના બે ડબ્બાની લૂંટની ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને નવા જ બનેલાં વાસણા બ્રિજ ઉપર પણ સીસીટીવી કેમેરા લગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. |
તેમની તપાસ કરતાં સોનાનો જથ્થો મળી આવ્યો હતો. જાકે તેનો બિલ પણ તેમણે બતાવ્યો હતો. તેમ છતાં તેમની રૂ.૨૫,૦૦૦ માંગવામાં આવ્યા હતા. અને તેની પાસે આટલાં રૂપિયા ન હોવાથી નવીનભાઈ આશ્રમ રોડ પર આવેલ જ્વેલર્સના શો રૂમનાં રમેશ ગોવર્ધનભાઈને ફોન કરી તેમને બોલાવ્યા હતાં અને તેઓ રૂપિયા લઈને આવ્યાં બાદ આ પોલીસ કર્મચારીઓને તે આપ્યાં હોવાનું આક્ષેપ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ રમેશભાઈના જ એક્ટીવા ઉપર નવીનભાઈ થેલો લઈ બેસી ગયા હતા.
આ દરમ્યાનમાં વાસણાં ફ્લાયઓવર ઉપર પણ બે શખ્સોએ તેમને અટકાવ્યાં હતા અને થેલાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન થેલામાંથી સોનાના દાગીના ભરેલાં બે ડબ્બાની ચોરી થયાનું નવીનભાઈએ જણાવ્યું છે. આ ડબ્બાઓમાં અંદાજે એક કરોડ રૂપિયાના સોના હતાં.
મુંબઈના નવીન બાબુભાઈએ મોડી સાંજે આ અંગે વાસણાં પોલીસ સ્ટેશને પહોંચી જઈ સમગ્ર હકીકત જણાવતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતાં. બે જગ્યાએ જુદી જુદી ઘટનાઓ ઘટી હોવાથી ઉચ્ચ અધિકારીઓ સક્રિય બન્યા હતાં. અને નારોલ પોલીસને પણ સમગ્ર હકીકત જણાવી હતી. બંને પોલીસ સ્ટેશનોના પીઆઈ પણ હરકતમાં આવી ગયા હતાં. મોડી સાંજે આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી અને આ બેઠકમાં વેપારીએ કરેલાં ગંભીર આક્ષેપોના મુદ્દે ચર્ચા શરૂ કરવામાં આવી હતી. અને આ મુદ્દે કેટલાંક મહ¥વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં.
નારોલ સર્કલ પાસે તથા વાસણા ફ્લાયઓવર ઉપર એક જ વેપારી સાથે બનેલી બે જુદી જુદી ઘટનાઓ બાદ અધિકારીઓ સક્રિય બન્યાં છે અને સમગ્ર રોડ ઉપર સૌ પ્રથમ પોલીસ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કેટલાંક સીસીટીવી ફુટેજ પણ મેળવવામાં આવ્યાં છે. સૌ પ્રથમ નારોલ પાસે પોલીસ કર્મીઓએ મુંબઈની પેઢીના કર્મચારી નવીનભાઈને અટકાવી તેમની પૂછપરછ દરમ્યાન રૂ.૨૫,૦૦૦ હજાર પડાવ્યાના આક્ષેપની તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ નારોલ પોલીસ સ્ટેશનનાં એક કોન્સ્ટેબલ તથા ૪ હોમગાર્ડનાં જવાનોને વાસણા પોલીસ સ્ટેશન બોલાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોડી સાંજે આ તમામ વાસણા પોલીસ સ્ટેશને આવી પહોંચતાં પીઆઈ, એસીપી તથા ડીસીપી સહિતના અધિકારીઓ હાજર હતા અને બંધ બારણે આ પાંચેય જણાની સઘન પૂછપરછ કરવામાં આવી છે. મોડીરાત સુધી આ પૂછપરછ ચાલી હતી.
બીજીબાજુ વેપારીએ આ બંને ઘટનાઓ પોલીસ અધિકારીઓ સમક્ષ જણાવી છે જાકે નારોલ અને વાસણા ફ્લાયઓવર ઉપરની ઘટના બાદ આ વેપારી સીધા પોલીસ સ્ટેશને ગયા હોવાનું જણાવી રહ્યાં છે.
પરંતુ તેમાં ખૂબ જ સમય ગયો હોવાથી પોલીસ અધિકારીઓ મૂંઝવણમાં મૂકાયા છે. વાસણા ફ્લાયઓવરથી સીધા પોલીસ સ્ટેશન જવાના બદલે પેઢીનો કર્મચારી તથા જ્વેલર્સનાં સંચાલક એક્ટીવા ઉપર અન્ય સ્થળે પણ ગયાં હોવાનું અધિકારીઓ માની રહ્યાં છે. ગઈકાલ મોડીરાત સુધી કોન્સ્ટેબલ અને હોમગાર્ડનાં જવાનોની પૂછપરછ બાદ કેટલીક મહત્ત્વપૂૂર્ણ વિગતો અધિકારીઓને મળી છે. રૂ.૨૬,૦૦૦ના તોડનાં પ્રકરણમાં જા કસુરવાર જણાશે તો આ પાંચેયની સામે કડક કાર્યવાહી કરવાનો ઉચ્ચ અધિકારીઓએ આદેશ આપી દીધો છે.
વેપારીની પણ આજે સવારથી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ આયોજનબદ્ધ રીતે પેઢીના કર્મચારી સાથે લૂંટી લેવાની ઘટનામાં કોઈ જાણભેદુ સંડોવાયેલો હોવાનું માની રહી છે. આથી એની ઉપર આગળ તપાસ શરૂ કરી પેઢીના કર્મચારી તથા તેને લેવા આવનાર જ્વેલર્સના સંચાલકના ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પેઢીના કર્મચારીનો પીછો કર્યા બાદ વાસણા ફ્લાયઓવર ઉપર તેને લૂંટી લેવામાં આવ્યો હોવાનો પણ મનાઈ રહ્યું છે. વાસણા ફ્લાયઓવર ઉપર પેઢીના કર્મચારી સાથે ઝપાઝપી થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. જાકે આ સમગ્ર ઘટનાક્રમ ઉપર પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે અને આજે આ ઘટનામાં ખાસ તપાસ ટીમ બનાવવામાં આવે તેવું પણ મનાવાઈ રહ્યું છે.