વાસિયા ગમન ગુરુજીની વાડીની કોટડા પ્રાથમિક શાળાના શિક્ષકોએ મુલાકાત લીધી
સંજેલી: કોટડા પ્રાથમિક શાળાના આ.શિ જિજ્ઞેશકુમાર ભીખુભાઇ પટેલ એ સંજેલી તાલુકાના વાસીયા ગામનાં નિવૃત શિક્ષક ગમનભાઈ મોતીભાઈ વસૈયા દ્વારા આધુનિક બાગાયત ખેતીની ખેતીની વાડી બનાવવામાં આવી છે
જેની મુલાકાત કોટડા પ્રાથમિક શાળાના શિક્ષક જિગ્નેશ ભિખુભાઇ પટેલ બોટની વિષયનું અભ્યાસને લઇ પ્રત્યક્ષ મુલાકાત જિજ્ઞાસાબેન આર વસૈયા અને જેન્તીલાલ એસ ડોડીયાર કેન્દ્રની મુલાકાત લીધી હતી છે જેમાં વિવિધ ઔષધીય જેવી કે તજ,વી -આકાર, લજામણિ,અર્જૂન,ચંદન, સિલ્વર ઑક કે જે હિમાલયમાં થાય છે,સાગ, સાલ, સીસમ, પુત્રજીવા જે નિઃસંતાન માટે ઉપયોગીછે, ડ્રેગન ફ્રુટ કેન્સર રોગ માટે,બોટલ બ્રશ,એક્ઝોરા, જાસૂદ,ગુલાબ, સોપરી,એરિકા પામ,જાંબુ,આંબા,જામફળ,પપૈયા,દૂધી,કારેલા,પરવળ,ફુલેવર,ડુંગળી વગેરે માહિતી ખૂબ જ સરસ આપી હતી.આમ કહેવાય છે પ્રકૃતિ એ શ્રેષ્ઠ શિક્ષક છે. આમ પ્રકૃતિ દ્રારાં મેળવેલ જ્ઞાન ચીર સ્થાયી અને જીવંત બને છે.