Western Times News

Gujarati News

વાસી ભાતને ફરીથી ગરમ કરવાથી વ્યક્તિ ફૂડ પોઇઝનિંગનો શિકાર બની શકે છે

આ વસ્તુને બીજી વખત ગરમ કરીને ખાવાથી બચો

વ્યસ્ત જીવનમાં આપણે ઘણી વખત એવું કરીએ છીએ કે એક વખત જમવાનું બનાવીને રાખી મૂક્યુ હોય અને પછી તેને જ લંચ કે ડિનર ટાઇમમાં ગરમ કરીને ખાઇ લઇએ છીએ. પોતાના બિઝી શેડ્યુલમાં સમય બચાવવા અને ભૂખ શાંત કરવા માટે આ રીતે ઘરે ગરે અપનાવવામાં આવે છે.

પરંતુ આ આદત તમારા ફૂડની ક્વોલિટી તો ખરાબ કરે જ છે, પણ તેનાથી સ્વાસ્થ્ય પર આડઅસર પણ થાય છે. આમ તો ફ્રીજમાં રાખેલું અમુક ફૂડ પણ એવું હોય છે જેને બીજી વખત ગરમ કરીને ખાવુ ઝેર સમાન હોઇ શકે છે. તો આવો જાણીએ કે આખરે કઇ ચીજાેને બીજી વખત કરમ કરીને ખાવામાં આપણને નુકસાન થઇ શકે છે.

ભાતને રિહીટ કરવોઃ વાસી ચોખાને ફરીથી ગરમ કરવાથી વ્યક્તિ ફૂડ પોઇઝનિંગનો શિકાર બની શકે છે. આમ કરવાથી, બેસિલસ સેરિયસ નામના અત્યંત પ્રતિરોધક બેક્ટેરિયા ચોખામાં વધે છે અને ખોરાકમાં ઝેરનું કારણ બને છે.

બટાકાઃ બટાકામાં વિટામિન બી-૬ પોટેશિયમ અને વિટામિન સી જાેવા મળે છે, જાે તેને વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા વધી શકે છે અને તેના પોષક તત્ત્વ પણ નાશ પામે છે.

નોનવેજ ફૂડઃ નોનવેજ એટલે કે ચિકન, મીટ અને ઇંડા પ્રોટીનનું સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ જાે વાસી નોનવેજ આઇટમને બીજી વખત ગરમ કરીને ખાવમાં આવે તો તે ઝેરી સાબિત થઇ શકે છે અને ડાઇજેશનમાં સમસ્યા થઇ શકે છે. એવામાં તેને પકવીને રૂમ ટેમ્પરેચર પર રાખવુ વધુ યોગ્ય રહેશે અને જાે તમે તાજુ ખાઓ તો ઉત્તમ છે. વાસ્તવમાં ઉચ્ચ પ્રોટીનવાળા ભોજનમાં નાઇટ્રોજન વધુ માત્રામાં જાેવા મળે છે જેથી તેની બીજી વખત ગરમ કરવુ હાનિકારક થઇ જાય છે. જેથી મોટી બીમારીઓ થઇ શકે છે.

મશરૂમઃ  મશરૂમ્સને રાંધવાના એક દિવસ પછી ખાવા માટે સંગ્રહિત કરશો નહીં. મશરૂમ પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને તેમાં ભરપૂર ખનિજ હોય છે. પરંતુ તેને ફરીથી ગરમ કરવાથી હાજર પ્રોટીન તૂટી જાય છે અને વિષાણુ પદાર્થ ઉત્પન્ન થાય છે જે તમારા પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.