વાસુ હેલ્થકેરે હર્બલ સપ્લીમેન્ટ્સ રેન્જ ‘વાસુ સેફ હર્બ્સ ‘ લોન્ચ કરી
વડોદરા, 1980થી આયુર્વેદની સાત્વિકતા પૂરી પાડનાર અને હર્બલ તથા આયુર્વેદ ક્ષેત્રે અગ્રણી કંપની ગુજરાત સ્થિત વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડે હર્બલ સપ્લીમેન્ટ્સ રેન્જ વાસુ સેફ હર્બ્સ લોન્ચ કરી છે. આ લોન્ચથી કંપનીની હાલની ઈમ્યૂનિટી અને પ્રિવેન્ટિવ કેર રેન્જ મજબૂત બનશે જેનો ઉદ્દેશ એકંદરે આરોગ્ય તથા સુખાકારીને ઉન્નત બનાવવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ, ઊર્જા, ચેપ તેમજ એલર્જી સામે લડવાની કુદરતી શક્તિ વધારવાનો છે.
કંપનીએ સેફ હર્બ્સ હેઠળ છ કેપ્સ્યુલ (સિંગલ હર્બ વેજિટેરિયન કેપ્સ્યુલ્સ) – હોલી બેસિલ, અમાલકી, મોરિંગા, અશ્વગંધા, ગુડુચી અને ટર્મરિક લોન્ચ કરી છે અને નજીકના ભવિષ્યમાં આ રેન્જનું વિસ્તરણ કરવાની યોજના છે. વાસુ સેફ હર્બ્સ 100 ટકા વેજિટેરિયન કેપ્સ્યુલ્સ છે
અને એકધારી ગુણવત્તા તથા અસરકારકતા માટે સ્ટાન્ડર્ડાઈઝ હર્બલ એક્સ્ટ્રેક્ટ્સનો ઉપયોગ કરીને બનાવાઈ છે. આ ઉપરાંત તે ગ્લુટેન, લેક્ટોસ, કલર, ફ્લેવર અને પ્રિઝર્વેટિવ્સથી મુક્ત છે. વાસુ સેફ હર્બ્સ પરંપરાગત રીતે પુરવાર થયેલી ઔષધિઓના વિવિધ આરોગ્ય લાભ ધરાવે છે જેનો ઉદ્દેશ દૈનિક આરોગ્ય જરૂરિયાતો પૂરી કરવાનો અને સારું આરોગ્ય તથા સુખાકારી પુનઃસ્થાપિત કરવાનો છે.
આ લોન્ચ અંગે વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું કે કોવિડ-19 બાદ વૈશ્વિક સ્તરે હર્બલ અને આયુર્વેદિક ઉત્પાદનો અંગે જાગૃતિ અને તેની સ્વીકૃતિમાં અનેકગણો વધારો થયો છે. નિરોગી જીવન માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી આવશ્યક છે
જેમાં હાલના સમયમાં વિક્ષેપ પડ્યો છે અને તેના પગલે જીવનશૈલીને લગતી તકલીફો વધી છે. સુખાકારી જાળવવા માટે વાસુ હેલ્થકેર ‘વાસુ સેફ હર્બ્સ’ના નામે સિંગલ-હર્બ્સ કેપ્સ્યુલ્સની સમગ્ર શ્રેણી લઈને આવ્યું છે. આગામી સમયમાં કંપની ‘વાસુ સેફ હર્બ્સ’માં અર્જુન, ગુગળ, નીમ, ગાર્શિનિયા અને બ્રાહ્મી જેવી અનેક પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની યોજના ધરાવે છે.
વાસુ સેફ હર્બ્સ સ્થાનિક બજારોમાં અને ફ્લિપકાર્ટ, વનએમજી, નેટમેડ્સ તથા તેના પોતાના સ્ટોર https://www.vasustore.com/ સહિત તમામ અગ્રણી ઈ-કોમર્સ પોર્ટલ્સ પર ઉપલબ્ધ રહેશે. કંપની યુરોપ, આસિયાન, સીઆઈએસ, મેના અને લેટિન અમેરિકા જેવા પ્રદેશોમાં તેના ડિસ્ટ્રીબ્યુટર્સ થકી તેની નિકાસ પણ કરશે.
1980માં સ્થપાયેલી વાસુ હેલ્થકેર ભારતમાં આયુર્વેદ પ્રિસ્ક્રીપ્શન માર્કેટમાં ટોચની અગ્રણી બ્રાન્ડ્સમાં સમાવિષ્ટ છે. 40થી વધુ વર્ષોના સમૃદ્ધ આયુર્વેદિક વારસા અને મજબૂત આરએન્ડડીના સહારે કંપની આયુર્વેદિક થેરાપ્યુટિક ફોર્મ્યુલેશન્સ, હર્બલ કોસ્મેટિક અને પર્સનલ કેર, હર્બલ અને ન્યૂટ્રિશનલ સપ્લીમેન્ટ્સ જેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપની યુરોલોજી, ઓર્થોપેડિક્સ, પીડિયાટ્રિક્સ, ગાયનેકોલોજી, રેસ્પિરેટરી કેર વગેરે સહિતના સેગમેન્ટ્સની 200થી વધુ પ્રોડક્ટ્સ ઓફર કરે છે.