વાહકજન્ય રોગો અટકાવવા મ્યુનિ.કોર્પાેરેશનની સઘન ઝુંબેશ
અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ હસ્તકના મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્યો રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિગેરે કેસોને અટકાવવા, નિયંત્રણ કરવા તથા ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં તથા ગુરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધી મેલેરીયા મુક્ત જાહેર કરેલ નિર્ધાર ધ્યાનમાં લઈ ઈન્ટ્રા ડોમેસ્ટીક, પેરા ડોમેસ્ટીક, ફોગીંગ, આઈ.આર.એસ., એન્ટી લાર્વલ, કન્સ્ટ્રક્શન સાઈટો-કોમર્શિયલ એકમો, મોલ, મલ્ટીપ્લેક્ષ, સ્કુલ તથા અન્ય એકમોનું ચેકીંગ તથા જરુરી આઈ.ઈ.સી.એક્ટીવીટી જેવી તમામ પ્રકારની સઘન રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી રહેલ છે.
જેના ભાગરૂપે આજ તા.૨૮-૮-૧૯ના રોજ દરેક ઝોનની મેલેરીયા વિભાગની ટીમ દ્વારા ઝોનમાં આવેલ અલગ અલગ વિસ્તારમાં આવેલ એકમોના ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. સદર ચેકીંગ દરમ્યાન કુલ ૨૧૧ એકમો ચેક કરી, ૭૯ નોટીસ, કુલ રૂ.૫,૪૭,૭૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. તેમજ ૦૧ એકમ સીલ કરેલ છે.
મ્યુનિ.આરોગ્યખાતાના વડા ડો.ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તા.૨૦ ઓગસ્ટની સમીક્ષા બેઠકમાં વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે ફોગીંગ જંતુનાશક દવા છંટકાવ, પોરાનાશક કામગીરી, બાયોલોજીકલ કંટ્રોલ કામગીરી વગેરે કરવા ભાર મુક્યો હતો. જેના ભાગરૂપે મ્યુનિ.કોર્પાેરેશન વિવિધ વિસ્તારોમાં મચ્છર બ્રીડીંગના ચેકીંગ તથા ૧૧૪ પાણીના સ્ત્રોતમાં પોરાનાશક માછલીઓ મૂકવામાં આવી છે તથા સરદારનગરમાં આવેલી આર.કે.આઈસ ક્યુબ સેન્ટરને સીલ કરેલ છે.