Western Times News

Gujarati News

વાહનચાલકો પરેશાન-RC બુકમાં પણ મહિનાથી વધુનું વેઈટીંગ

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરની આરટીઓ માં પાસિંગ માટે આવેલા વાહનો અને ફરી વેચાણ થતાં વાહનો માટે મોટી સંખ્યામાં આરસી બુક પ્રિન્ટીંગ થાય છે. આરસી બુકની અંદાજે રોજની ૧ર૦૦થી વધુનો પ્રિન્ટીંગ ઓર્ડર હોય છે. સામાન્ય રીતે અરજદારને આરસી બુક મેળવવામાં ૧૦ દિવસ જેટલો સમય લાગતો હોય છે. જાે કે હવે એક મહિનો વિતી જવા છતાંય પણ આરસી બુક મળતી નથી.

રાજ્ય સરકારની એજન્સી દ્વારા લાયસન્સ અને આરસી બુકના પ્રિન્ટીંગ મટીરીયલ્સમાં અછતની બુમ ઉઠવા પામી છે. જેથી લાયસન્સ આરસી બુક મેળવવામાં વિલંબ થાય છે.લાયસન્સ જે તે આરટીઓમાંથી કાઢી અપાય છે. પણ આરસી બુક તો સરકારમાંથી ડીસ્પેચ કરાય છે. તેમજ તેનું પ્રિન્ટીંગ પણ ગાંધીનગર ખાતે થાય છે. આથી તેનો કોઈ સરખો જવાબ આપવાવાળુ પણ નથી.

માત્ર ખાનગી વાહનો જ નહીં પરંતુ સરકારી વાહનો, ફાયરબ્રિગેડના વાહનો, અન્ય વિભાગના વાહનો આ તમામને આરસી બુક પ્રિન્ટીંગ થઈને આવવામાં અંદાજે એક મહિનાનો સમય લાગશે એવું કહેવાય છે. પરંતુ એક મહિના બાદ પણ તે મળતી નથી. એક તરફ અમદાવાદ આરટીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી રપ,૦૦૦થી વધુ આરસી બુક પોતાના વાહન, માલિકીની રાહ જાેઈ રહી છે. આરટીઓના કબાટમાં ધૂળ ખાઈ રહેલી આ તમામ આરસી બુક નો છેલ્લા કેટલાંક વર્ષમાં બેકલોગ વધતો ગયો છે.

નવુ વાહન ખરીદ્યા પછી આર.સી બુક મેળવવાનું ભૂલી ગયેલા અથવા તો તેનુૃ મહત્ત્વ જ ન સમજતા હજારો વાહનચાલકો આર.સી. બુક વિના જ રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે. તેઓ ટ્રાફિક પોલીસ પકડે તો દૃડ ભરીને આશ્વાસન લઈ રહ્યા છે. જ્યારે તેનાથી તદ્દન વિપરીત સ્થિતિમાં જાગૃત નાગરીકો છે કે જેઓ હંમેશા તેમના વાહનની સાથે લાયસન્સ અને આર.સી. બુક રાખે છે. તેમને આર. સી. બુક જાેઈએ છે. પરંતુ તેનુૃ વેઈટીંગ ચાલી રહ્યુ છે.

સામાન્ય રીતેવાહન વેચતી વખતે જ આરસી બુકની જરૂરીયાત પડતી હોય છે. એવુૃં મોેટાભાગના વાહન માલિકો માનતા હોય છે. પરંતુ આરસી બુક પણ વાહનની સાથે રાખવી જરૂરી બની ગઈ છે. પરંતુ ઘણા વાહનચાલકો આર.સી.બુક પરત થાય પછી આરટીઓમાં તે લેવા પણ જતા નથી.  વર્ષ ર૦રર સુધીની અંદાજે હજારો આર.સી. બુક હાલમાં ધૂળ ખાતી પડી રહી છે.

આરસી બુક અને લાયસન્સ હવ સ્માર્ટકાર્ડ રૂપે બને છે. બંન્નેમાં એક જ પ્રકારનુૃ મટીરીયલ વપરાય છે. જેના કારણે વેઈટીંગની સમસ્યા સર્જાઈ છે. લાયસન્સની સંખ્યા ઘણી વધુ હોય છે. જ્યારે આરસી બુકની સંખ્યા પ્રમાણમાં ઓછી હોેઈ તેની ઓછી બુમ ઉઠે છે. આર.સી. બુક એ વાહન નોંધણીનો પુરાવો છે. જે મોટરવાહનનો રજીસ્ટ્રર તરીકે કાર્ય કરે છે. રસ્તા પર અથવા જાહેર સ્થળે મોટર વાહનો ચલાવવા માટે વાહન નોંધણી ફરજીયાત છે.

ડ્રાઈવિંગ લાયસન્સની જેમ જ પોતાના વાહનમાં મુસાફરી કરતી વખતે વાહનચાલકો એ આર.સી.બુક સાથે રાખવી જરૂરી છે. નવા વાહન ખરીદાયા પછીના તમામ દસ્તાવેજાે એક વાર આરટીઓમાં રજુ થાય ત્યાર બાદ જ આરસી. બુક અથવા સ્માર્ટકાર્ડ વાહનમાલિકને ઈસ્યુ કરાય છે. આર.સી બુક ડીસ્પેચનુૃ કામ આખા રાજ્યમાં અમદાવાદથી જ થાય છે. જે સીધી વાહનમાલિકના ઘરે જ પહોંચી જાય છે. પણ પરત આવતી આર.સી. બુક સ્થાનિક આરટીઓમાં મોકલી આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.