વાહનોમાંથી રોકડ ચોરતો રીઢો ગુનેગાર પકડાયો
ચાર ગુનાના ભેદ ઉકેલાયા
અમદાવાદ, શહેર ક્રાઇમ બ્રાન્ચની એક ટિમ પેટ્રોલિંગમાં હતી એ વખતે એક રીઢો ગુનેગાર કુબેરનગર ખાતે હોવાની બાતમી મળી હતી. જેને પકડી લેતા તપાસમાં ચાર ગુનાના ભેદ ઉકેલાયા છે.
પીઆઈ એવાય બલોચની ટિમને મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં થયેલી ચોરીઓમાં સંડોવાયેલો ઈસમ કુબેરનગર રેલવે ક્રોસિંગ ખાતે ઉભો હોવાની બાતમી મળી હતી/ જેને પગલે રોજનીશ ધર્મેન્દ્ર ગુમાન (મોચીપાડા, કુબેરનગર, સરદારનગર) ને ઝડપી લીધો હતો અને પૂછપરછ કરતા તેણે શહેરના એલિસબ્રિજ તથા મધ્યપ્રદેશના સેન્ટ્રલ કોતવાલી, મલ્હારગંજ તથા છાંટી ગ્વાટાટોલી નામના પોલીસ સ્ટેશનમાં બનેલા ગુના કબુલ કાર્ય હતા. આરોપી તેના સાગરીતો સાથે મળીને અલગઅલગ રાજ્યોમાં જઈને નાણાંની લેવડદેવડ થતી હોય તેવી જગ્યાએ થી વ્યક્તિનો પીછો કરી તેના વાહનની ડેકીમાંથી રૂપિયા ચોરી લેતો હતો.