વાહનો માટે PUCના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા
ગાંધીનગર: રાજ્ય સરકારે હવે વાહનોનું પીયુસી (PUC) કઢાવવા માટે નવા દર બહાર પાડ્યા છે. અગાઉનના દરમાં વધારો ઝીંકતા સરકારે વાહનોનું પીયુસી કાઢવા માટે ટુ-વ્હીલર , ફોર-વ્હીલરોના જાહેર કર્યા નવા ભાવ, અગાઉ ટુ-વ્હીલરો માટે પીયુસીનો દર રુપિયા ૨૦ હતો જ્યારે ફોર વ્હિલરો માટેનો દર રુપિયા ૫૦ હતો. આ દરમાં વધારો કરતા સરકારે નવા દર બહાર પાડ્યા છે.રાજ્યમાં ૨ વ્હીલ ચાલકોએ પીયુસી કઢાવવા માટે ૨૦ના બગલે ૩૦ રૂપિયા ચાર્જ ચુકવાવનો રહેશે, જ્યારે ફોર વ્હીલ જો પેટ્રોલ હોય તો તેનો નવો ચાર્જ રૂપિયા ૫૦ના બદલે ૮૦ ચુકવવાનો રહેશે. આ નિયમોની અસર રાજ્યના કરોડો વાહન ચાલકોને થશે.
આ ઉપરાંત ત્રણ પૈડાના વાહનોના દર ૨૫ થી વધારીને ૬૦ કરાયા છે, જ્યારે મીડિયમ અને હેવી વાહનો (ડીઝલ કાર સહિત ટ્રાન્સપોર્ટ વાહનો)ના દર ૬૦ થી વધારીને ૧૦૦ રૂપિયા કરાયા. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાથી રાજ્યમાં નવા મોટર વ્હિકલ એક્ટનો અમલ કરાવવા સમયે હેલ્મેટ, એચ.એસઆર.પી. નંબર પ્લેટ અને પીયૂસી ફરજિયાત કરવામાં આવ્યા હતા. તે વખતે પીયૂસી કઢાવવા માટે લાંબી લાંબી કતારો જોવા મળી હતી.
રાજ્યમાં પીયૂસી કઢાવવા માટેની એ કતારો લાગી ત્યારે મોટા ભાગના વાહન ચાલકોની પીયૂસી એક્સપાયર થઈ ગઈ હતી. ૧૬મી સપ્ટેમ્બરે ગુજરાતમાં મોટર વ્હિકલ એક્ટ મુજબ ટ્રાફિકના નવા નિયમો અમલમાં આવ્યા હતા. મોટોમસ દંડ ચૂકવવો ન પડે તે માટે વાહનચાલકો આગોતરી તૈયારીઓ કરી હતી. પીયુસી સર્ટિફિકેટ મેળવવા અત્યારે પીયુસી કેન્દ્રો પર વાહનોની લાંબી કતારો લાગી છે. ત્યારે વાહન વ્યવહાર કમિશ્નરે રાજ્યમાં ૧૫૦૦ પીયુસી સેન્ટરો શરૂ કરવા માટે આરટીઓ કચેરીમાં અરજીઓ મંગાવી હતી.