Western Times News

Gujarati News

વાહનો રોંગ સાઈડથી પસાર થયા અને બંપ પરથી ખિલ્લા ઉખડી ગયા!

અમદાવાદ, મંશહેરમાં ઠેર ઠેર ચણા મમરા ખાતા હોઈએ એવી રીતે લોગો રોન્ગ સાઈડમાં વાહનો ચલાવે, ટ્રાફિક નિયમો ભંગ કરે, હેલ્મેટનો ભાગ્યે જ કેટલાક પહેરે અને રેડ લાઈટ તોડવી તો જાણે યુવાનોમાં સ્ટન્ટ બની ગયો છે. આ પ્રમાણે વિવિધ નિયમ ભંગો પૈકી સૌથી જાેખમી એવા રોન્ગ સાઈડ વાહન ચલાવવા પર રોક લગાડવા AMCએ પાયલટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં તંત્રએ ચાણક્યપુરી બ્રિજ પાસ સર્વિસ રોડ પર ટાયર કિલર બમ્પ લગાડી દીધા છે. તેવામાં લગભગ અંદાજે ૪૮ કલાકમાં જ આ ટાયર કિલર બમ્પના ખિલ્લાઓની હવા નીકળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આ પાયલટ પ્રોજેક્ટને લઈને સૌપ્રથમવાર બમ્પ લગાડવામાં આવ્યા છે. રોજ અવાર નવાર અનેક વાહનો અહીંથી પસાર થતા હોય છે. રોંગ સાઈડ એક બે નહીં અનેક વાહનો પસાર થતા જાેવાજેવી થઈ છે. જેવો આ પાયલટ પ્રોજેક્ટ શરૂ થયો કે તાત્કાલિક ધોરણે અહીં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. એક પછી એક વાહનો લઈને આના પરથી ચલાવવા લાગ્યા હતા. એટલું જ નહીં રિક્ષા ચાલકોથી લઈ એક્ટિવા ચાલકો કે પછી કાર ચાલકો પણ અહીં રોંગ સાઈડમાં હાથે કરીને જવા લાગ્યા હતા. તેઓ જાણે આ ટાયર કિલર બમ્પ શું છે એની વિગતે નોંધ લઈ રહ્યા હતા.

હવે જાેતજાેતામાં ટાયર કિલર બમ્પની જ જાણે હવા નીકળી ગઈ હોય એમ લાગી રહ્યું છે. તેની સ્પ્રિંગ અને ક્લિપ છૂટી પડી ગઈ છે. જેથી કરીને તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક ઈજનેર વિભાગે એજન્સી દ્વારા બમ્પ લગાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

જાેતજાેતામાં ૪૮ કલાકની અંદર તો બમ્પને કાઢીને બીજી બાજુ લઈ જવાયા હતા. અધિકારીઓએ આખા એક ભાગને ઉખાડી દીધો અને રિપ્લેસેબલ સ્પ્રિંગ વડે તેને અલગ કરી દીધો હતો. હવે ખુદ અમદાવાદીઓ ટાયર કિલર બમ્પનું ટેસ્ટિંગ કરવા બહાર નીકળી જતા ભારે થઈ ગઈ હતી. જાેકે હવે આની ક્વોલિટીનું ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે. એટલે કે આ ટાયર કિલર બમ્પ શું લાંબાગાળા સુધી ચાલશે અને સાચ્ચે લોકોને રોન્ગ સાઈડમાં જતા અટકાવી શકશે એ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે.

મીડિયાને કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે અત્યારે તો આ પાયલટ પ્રોજેક્ટ છે જેથી અમે પણ તમામ પાસાઓ પર નજર રાખીને બેઠા છીએ. જાે આને સફળતા મળી તો ચોક્કસપણે અમે શહેરના અન્ય ઘણા વિસ્તારોમાં કે જ્યાં લોકો બેફામ રોન્ગ સાઈડ જતા હોય તેને અટકાવવા આવા બમ્પો લગાડી દઈશું.

મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિકોએ ટાયર કિલર બમ્પનું અલગ પાસું જ જણાવી દીધું છે. તેમણે કહ્યું કે જાે ધોધમાર વરસાદ પડ્યો અને આ ટાયર કિલર બમ્પ જે વિસ્તારમાં છે ત્યાં પાણી ભરાયા તો લોકો આને જઈ નહીં શકે. તેવામાં રાહદારીઓના પગમાં જાે ખિલ્લા વાગે તો.

વળી ચાણક્યપુરી વિસ્તારમાં તો અનેક શાળાઓ આવેલી છે અને તેના વિદ્યાર્થીઓ અહીંથી પસાર થતા હોય છે. તેવામાં જાે અજાણતા કોઈ પડી ગયું આ બમ્પ પર અથવા સાયકલ સ્લિપ થઈ અને માથમાં વાગી ગયું તો કોણ જવાબદાર રહેશે. આ ખિલ્લા પાસે જાે કદાચ અકસ્માત થયો અને કોઈ ઢસડાયું તો એને ગંભરી ઈજાઓ પણ પહોંચી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.