વાહન માલિકો જપ્ત વ્હીકલ છોડાવવા પણ આવતા નથી

Files Photo
અમદાવાદ જ્યારે દંડ કે પેન્ડિંગ ટેક્સની રકમ વધારે હોય છે ત્યારે વાહન માલિક તેને પાછું લેવાના બદલે ડમ્પ કરી દે છે. કદાચ આ કારણે જ મીઠાખળી ખાતે આવેલી અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચની ઓફિસ પાસે ધૂળ ખાઈ રહેલા વાહનોનું ડમ્પયાર્ડ બની રહ્યું છે. પોલીસ દ્વારા એકથી વધારે નોટિસ પાઠવવા છતાં વાહન માલિકો પોતાનું વાહન લેવા માટે નથી આવી રહ્યા. ટ્રાફિક બ્રાન્ચની ઓફિસના ખુલ્લા પ્લોટમાં ૧૫૦થી વધારે વાહનો પડ્યા પડ્યા ભંગાર થઈ રહ્યા છે.
![]() |
![]() |
અધિકારીએ પણ સ્વીકાર્યું હતું કે, કોઈ વાહનનો દાવો કરીને તેનો ફરીથી ઉપયોગ કરવા માટેના રિપેરિંગથી ૨૫,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. સ્પષ્ટ છે કે માલિકો આ કારણે જ વાહનને પાછું લેવાનો દાવો નથી કરી રહ્યા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ટ્રાફિક તેજસ પટેલ કહે છે, પોલીસે જપ્ત કરેલા ૧૨૦ જેટલા વાહનોમાં કેટલાક આરટીઓ ટેક્સ ન ભરવા અથવા ગેરકાયદે પાર્કિંગ કરવા બદલ ટો થયેલા અથવા તો ટ્રાફિકનો દંડ ન ભરવાના કારણે જપ્ત થયેલા છે. તેમાંથી મોટાભાગના ટુ-વ્હીલર બાઈક્સ અને સ્કૂટર છે. જ્યારે કેટલીક રીક્ષાઓ અને માંડ એક કે બે ફોર-વ્હીલર છે.
તેઓ વધુમાં કહે છે, આ તમામ વાહનો પર ૬ વર્ષથી વધુ સમયથી કોઈ દાવો કરાયો નથી. દરેક વાહનો પરનો દંડ ૧૦,૦૦૦થી ૩૦,૦૦૦ રૂપિયા વચ્ચે છે. અમને શંકા છે કે માલિકો નોટિસનો નજરઅંદાજ કરી રહ્યા છે. કારણ કે દંડ ચૂકવવીને વાહનના રિપેરિંગમાં ૧૦ થી ૧૫ હજારનો ખર્ચ કરવા કરતા તેઓ થોડા વધારે રૂપિયામાં નવું વાહન ખરીદી શકે છે.