Western Times News

Gujarati News

વિંગ કમાન્ડર અભિનંદને એરફોર્સ ચીફ બીએસ ધનોઆ સાથે મિગ -21 ફાઇટરની ઉડાન ભરી

પઠાણકોટ 02-09-2019, ભારતીય વાયુ સેનાના વડા બી.એસ. ધનોઆ અને વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાને  સોમવારે લડાકુ વિમાન મિગ -21 માં સાથે મળીને  ઉડાન ભરી હતી.

બાલાકોટમાં આતંકવાદી હુમલામાં 26 ફેબ્રુઆરીએ વાયુસેનાએ હવાઈ હુમલો કર્યા પછી આ અભિનંદનની પ્રથમ સોર્ટી છે.  તે સમયે અભિનંદન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં મિગ -21 ઉડાવી રહ્યા હતા. એરફોર્સના વડા બી.એસ. ધનોઆ પણ મિગ -21 ના પાયલોટ  છે.  1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન તેમણે મિગ -21 વિમાન ઉડાન ભરી હતી.  એરફોર્સના 17 મા સ્ક્વોડ્રોનની કમાન્ડિંગ કરી હતી.

ભારતીય વાયુ સેનાના ચીફ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ અને વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન મિગ -21 ટાઇપ 69 ફાઇટર એરક્રાફ્ટના ટ્રેનર વર્ઝનમાં ઉડાન ભરી હતી. લડાકુ વિમાન મિગ -21 માં ચીફ ઓફ સ્ટાફની આ છેલ્લી ફ્લાઇટ હતી. કમાન્ડર અભિનંદન સાથે એરફોર્સ સ્ટેશન પઠાણકોટ ખાતે મિગ -21 ટ્રેનરમાં એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ ફ્લાઇટ લીધી હતી. નિવૃત્તિ પહેલા લડાકુ વિમાન મિગ -21 માં આઈએએફ ચીફની આ છેલ્લી સવારી છે. તેમણે આજે સવારે લગભગ 11.30 વાગ્યે 30 મિનિટની સવારી લીધી. (sortie)

મિગ -21 પર સવાર થયા પછી, એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ કહ્યું કે અભિનંદન સાથે તેનો ઉડાન મારા માટે આનંદની વાત છે. કારણ કે અભિનંદનને તેનો ફ્લાઈંગ ક્લાસ પાછો મળી ગયો છે,  એક વખત પાયલોટ ઈજેક્ટ થઈ જાય પછી તેની ફલાઈંગ કેટેગરી પાછી ખેંચી લેવામાં આવે છે. મારે પણ એક વખત ઈજેક્ટ થયા પછી 9 મહિનાનો સમય ફ્લાઈંગ કેટેગરી લેવામાં લાગ્યો હતો. અભિનંદનને માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં આ કેટેગરી મળી તે આનંદની વાત છે.

last sortie with Wing Commander #AbhinandanVarthaman: IAF chief BS Dhanoa


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.