વિંઝોલ રેલ્વે ક્રોસિંગ 4 થી 6 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે
અમદાવાદ મંડળના અહમદાબાદ – વટવા રેલખંડ પર વિંઝોલ રેલ્વે ક્રોસિંગ નં. 305 કિ.મી. 486 / 26-28 પર એન્જિનિયરિંગ વિભાગ દ્વારા 04 ફેબ્રુઆરી 2021 સવારે 08.00 થી 06 ફેબ્રુઆરી 2021 સાંજે 20.00 વાગ્યા સુધી ત્રણ દિવસ માટે સમારકામ અને જાળવણી કાર્ય માટે બંધ રહેશે.
માર્ગના વપરાશકારો આ સમયગાળા દરમિયાન આરઓબી જીઆઈડીસી (વટવા સ્ટેશનની ઉત્તર બાજુ) થી અવરજવર કરવા ઉપયોગ કરી શકે છે.