વિંઝોલ ૩૫ એમએલડી પ્લાન્ટ કૌભાંડ મામલે ખાતાકીય તપાસના આદેશ

કોન્ટ્રાક્ટરને બચાવવા મથામણ કરતા અધિકારીઓ સામે કમીટી ચેરમેન આકરા પાણીએ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન હવે “કોન્ટ્રાક્ટરો માટે” અને “કોન્ટ્રાક્ટરો દ્વારા” ચાલતી સ્વાયત સંસ્થા છે. તેવા સતત થઈ રહેલા આક્ષેપો સોમવારે સાચા પૂરવાર થયા છે. મનપા દ્વારા માત્ર ત્રણ વર્ષ અગાઉ તૈયાર કરવામાં આવેલા અને દસ વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર આપવામાં આવેલા સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાનમાં રૂા.એક કરોડના ખર્ચથી પંપ બદલવાની નોબત આવી છે. સામાન્ય રીતે આવા કિસ્સામાં પંપ બદલવાનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરના શિરે રહે છે.
પરંતુ કોન્ટ્રાક્ટરોની જ ભાષા જાણતા અને સમજના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ સમગ્ર કૌભાંડમાં કોન્ટ્રાક્ટરને નિર્દાેષ સાબિત કરવા પ્રયાસ કરતા વોટર સપ્લાય કમીટી ચેરમેન અને ડે.ચેરમેન લાલઘૂમ થી ગયા હતા તથા આ મામલે ખાતાકીય તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા આદેશ કર્યા છે.
મ્યુનિ.વોટર સપ્લાય કમીટી ચેરમેન જતીનભાઈ પટેલ અને ડે.ચેરમેન ભરતભાઈ પટેલના જણાવ્યા મુજબ વિંઝોલ ખાતે ત્રણ વર્ષ અગાઉ બનાવવામાં આવેલા ૩૫ એમ.એલ.ડી સુઅરેજ પ્લાન્ટનો ઓપરેશન-મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ દસ વર્ષ માટે રાજકમલ બિલ્ડર્સને આપવામાં આવ્યો છે.
સદર પ્લાન્ટના બે પંપ ખરાબ થતા નવા પંપ ખરીદી માટે કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. સામાન્ય નિયમ મુજબ દસ વર્ષ માટે ઓ.એન્ડ.એમ.આપવામાં આવ્યા હોવાથી પંપની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહે છે. સદર દરખાસ્ત શંકાસ્પદ લાગતા તેમાં વધુ તપાસ કરવામાં આવી હતી.
જેમાં વિભાગ તરફથી એવા રજૂઆત થઈ હતી કે એન પ્રોક્યોરમાં પંપસેટની વિગત ચૂકવાની રહી ગઈ હતી તેથી નવા પંપની ખરીદી કોર્પાેરેશનની તિજાેરીમાંથી કરવામાં આવશે. તેમજ વર્તમાન કોન્ટ્રાક્ટરે તેના અંગત ખર્ચથી પંપ લગાવ્યા છે. જે તેઓ પરત માંગી રહ્યા હોવાથી નવા પંપ ખરીદ કરવામાં આવી રહ્યા છે.
વિભાગ તરફથી કરવામાં આવેલો ખુલાસો ગમે ઉતરે તેમ નથી. તેથી આ મામલે જવાબદારી નક્કી કરવા તેમજ જવાબદાર સામે ખાતાકીય રાહે કાર્યવાહી કરવા માટે કમીટીમાં નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, એન-પ્રોક્યોરનાં પંપ સેટનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હતો તેવો લૂલો બચાવ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા બાદ કમીટી ચેરમેન દરખાસ્ત અંગે કોઈ જ નિર્ણય લીધો ન હતો. એસટીપી વિભાગમાં વર્ષાેથી અડ્ડો જમાવીને બેઠેલા કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મ્યુનિ.તિજાેરીને નુકસાન કરી રહ્યા છે.
૩૫ એમએલડી પ્લાન્ટનું કમીશનીંગ શરૂ થયુ ન હોવા છતાં પંપ ખરાબ થઈ ગયા હોવાના કારણે કમીટી ચેરમેન સહિત કોઈને ગળે ઉતર્યા નહતા. તેથી દસ દિવસ બાદ કોન્ટ્રાક્ટરે તેના પંપ લગાવ્યા હોવાથી તે પરત માંગી રહ્યા છે તેવા નવા કારણો સાથે અધિકારીઓ મેદાનમાં આવ્યા હતા.
આ ઉપરાંત સુઅરેજ તેમજ સ્ટોર્મ વોટર માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેના માટે ટોપોગ્રાફીકલ મેપ, વોટર શેડ અને ડ્રેનેજ પેટર્ન, ડીજીટલ એલીવેશન મેપના અભ્યાસ માટે ઈઓઆઈ મંગાવવામાં આવ્યા હતાં. જેમાં પ્રતિ ચોરસ કિલોમીટર રૂા.૭,૨૨૫ મુજબ રૂા.૫૪.૯૧ લાખ ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.