વિકલાંગ પુનર્વસન કેન્દ્ર ઉવારસદના સહયોગથી ઉમંગ ઉત્સવનું આયોજન
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પ્રેરિત જિલ્લા યુવા વિકાસ અધિકારી ગાંધીનગર સંચાલિત સદવિચાર વિકલાંગ પુનર્વસન કેન્દ્ર ઉવારસદના સહયોગથી આઝાદી નાં અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષા ઉમંગ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ
જેમાં ગુજરાત રાજ્ય માંથી ૧૧૫ જેટલા દિવ્યાંગ બાળકોએ રાસ લોકનૃત્ય સમૂહ ગીત વકૃત્વ સ્પર્ધા નિબંધ કાવ્ય લેખન દુહા છંદ ચોપાઈ એકાંકી જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પ્રેમલ સિંહ ગોલ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંતભાઈ પટેલ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારી ગાંધીનગર તેજલ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સ્ટાફએ કર્યું હતું.
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર)