વિકાસની કામગીરીને આગળ લઈ જવા માટે કાર્યક્રમો ઉજવાશે
ગાંધીનગર: ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થવાના છે. આ સરકારના આ પાંચ વરસ આપણી સરકાર સૌના સાથ અને સૌનો વિકાસના ભાગરૂપે પાંચ વર્ષની ઉજવણી નહીં પરંતુ લોકોની જનભાગીદારી અને જ ઉપયોગી કાર્યો સેવાઓ વધુ સઘન બનાવીને ગુજરાતના વિકાસની પ્રક્રિયાને આગળ લઈ જવા માટે ૧લી ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો રાજ્યના જુદા જુદા જિલ્લા તાલુકા અને જુદા જુદા વિસ્તારોમાં કાર્યક્રમો કરવામાં આવશે.તેવું ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે પાંચ વર્ષના શાસનમાં કરેલી યોજનાઓ અને વિકાસની પ્રક્રિયાને આગળ લઈ જવા માટે પાંચ વર્ષની ઉજવણી નહીં પણ વિકાસની કામગીરીને આગળ લઈ જવા માટે કાર્યક્રમો ઉજવાશે. આ દરમિયાન કોરોના ની ગાઈડલાઈન અને સંખ્યાને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી રાજ્યના મંત્રીઓ અને ચેરમેનો સંસદ સભ્યો ધારાસભ્યો અને સમાજના આગેવાનોને જાેડાશે.
કાર્યક્રમ પર નજર નાખીએ તો ૧ ઓગસ્ટ જ્ઞાનશક્તિ સંદર્ભનો કાર્યક્રમ છે.,૨ ઓગસ્ટ સંવેદના દિવસ તરીકે ઉજવાશે સેવા સેતુ ના માધ્યમથી ઉજવાશે.,૩ ઓગસ્ટના રોજ કેબિનેટ બેઠક હોવાથી એ દિવસે કોઈ કાર્યક્રમ રાખ્યો નથી.,૪ ઓગસ્ટે મહિલાઓ નારી ગૌરવ દિવસ તરીકે ઉજવાશે.,૫ ઓગસ્ટે કિસાન સમ્માન દિવસ તરીકે ઉજવાશે કિસાન સૂર્યોદય સાત પગલાં આકાશમાં યોજનાઓના સંકલન કરીને ઉજવાશે.,૬ ઓગસ્ટે યુવાનો જ નવા મૂડી રોકાણમાં આવે છે રોજગારી નો વ્યાપ વધ્યો છે
આ યુવાનો સુધી લાભ પહોંચે.,૭ ઓગસ્ટે વિકાસ દિવસ તરીકે ઉજવાશે કરેલા કામો અને કરવાના કામો ઉજવાશે.,૮ ઓગસ્ટે ૫૦% નગરપાલિકા મહાનગરપાલિકામાં વસે છે જનસુખાકારી દિવસ તરીકે ઉજવાશે.૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે, જેમાં આદિવાસી વિસ્તારોમાં તાલુકાઓમાં અને જિલ્લાઓમાં આ કાર્યક્રમો કરવામાં આવશે.