વિકાસની લ્હાયમાં ગૌચર જમીનો ‘અદ્રષ્ય’ થઈ??

પ્રતિકાત્મક
જમીનોની જગ્યાએ આજે ઠેર ઠેર બિલ્ડીંગો જ નજરે પડેઃ પશુઓની સાથે યુવાનો-બાળકોને રમવાના મેદાનો પણ ક્યાં છે??
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ભારતનું વિકાસ ગ્રોથ એન્જીન ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યુ છે. ગુજરાતમાં વર્ષોથી અસરકારક નેતૃત્વ તથા રાજ્યની પ્રજાની કોઠાસૂઝને કારણે વિકાસ ક્ષેત્રેે હરણફાળ ભરી છે એવું કહેવુુ આવશ્યક છે. નેતૃત્વ કોઈનું પણ હોય રાજયના વિકાસની ચિંતા તમામ સ્તરે થઈ છે.
પરંતુ પાછલા કેટલાંક વર્ષોથી વિકાસના દ્વાર પણ ખુલ્યા છે. પરિણામે ઉદ્યોગક્ષેત્રેે વિકાસની ગતિ વધી છે. નવા નવા ઔદ્યોગિક ગૃહો આવ્યા, વિકાસની ક્ષિતિજ વધતા રોકાણ આવ્યા. અત્યંત આધુનિક વ્યાપારી ગૃહોના મકાનો, બિલ્ડીંગો બન્યા. તો રહેણાંકનો વિસ્તાર વધ્યો. પરંતુ વિકાસની આ યાત્રામાં કેટલેક અંશે માનવમૂલ્યો ભૂલાયા છે.
પશુઓ માટે જે ગૌચર જમીનો હતી તે ધીમે ધીમે અદ્રષ્ય થવા લાગી છે. બિલ્ડીંગોની જાણે કે જળ રચાઈ રહી છે. ખાલી જમીનો પુરાવા લાગી છે. પહેલાના સમયમાં પશુઓ માટે ‘હવાડા’ જાેવા મળતા હતા. ખાસક રીને ગામની બહાર-શહેરની બહાર ગૌચર જમીનમાં પશુઓ ઉગેલા ઘાસનું નિરણ કરતા હતા. તેમને પીવા માટે પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાતી હતી. કાળક્રમે આ બધુ ભૂલાઈ ગયુ છે. કરોડો ચોરસ મીટર ગૌચરની જમીન વેચાઈ ગઈ એેવા આક્ષેપો થઈ રહ્યા છે.
જાણકારો કહે છે કે ગુજરાતમાં ૧ કરોડ ૮૭ લાખ ચોરસ મીટર ગૌચર જમીન હતી. એ વેચાઈ ગઈ અને ત્યાં બિલ્ડરોએ પોતાની સ્કીમ ઉભી કરી દીધી છે. આક્ષેપોની સત્યતા વસ્તુ અલગ છે. પણ રાજકીય આક્ષેપો થતાં જાેવા મળતા હોય છે. પરંતુ હકીકત એ છે કે ગૌચર જમીનો જે પહેલાં જાેવા મળતી હતી તે નથી રહી. પશુઓને ચરવા માટે જમીન રહી નથી.
યુવાધનને મેદાની રમત માટે આપણે મેદાનો રાખ્યા નથી. વિકાસની લ્હાયમાં આપણે પશુઓને ભૂલ્યા હોય એવુ નથી લાગતુ?? રાજકારણની વાત બાજુએ રાખીએ અને દીલ પર હાથ મુકીને વાત કરવામાં આવે તો પહેલાં જે જમીનો જાેવા મળતી હતી તે આજે કયાં છે??
ગૌચર માટેની જમીનો-હવાડા હવે ભાગ્યે જ જાેવા મળે છે. પશુ-પક્ષીઓ મનુષ્યો પર આધારીત હોય છે. તેથી તેમની વ્યવસ્થા માટે કુદરતની સાથે સમાજની પણ જવાબદારી છે. તેમાં બધાનો સમાવેશ થાય છે. પછી તે સતા તંત્રમાં હોય, ઢોરોના માલિક હોય કે અન્ય કોઈ. સાથે મળીને બેસીને કોઈપણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે એ ભૂલવુ ન જાેઈએ.