Western Times News

Gujarati News

વિકાસ કામો માટે રૂ. રપ૯ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી

Files Photo

ગાંધીનગર, રાજ્યના ૩ મહાનગરોમાં માળખાકીય સુવિધા વિકાસ સહિતના રસ્તા, જી્‌ઁ તેમજ જનભાગીદારી હેઠળના વિવિધ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. રપ૯.૬૭ કરોડ રાજ્ય સરકારે મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીએ આ હેતુસર વડોદરા મહાનગરપાલિકાને રૂ. ર૪૮.ર૭ કરોડ ફાળવ્યા છે વડોદરા મહાનગરમાં અટલાદરા ખાતે ૮૩ સ્ન્ડ્ઢના નવિન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ તરસાલી ખાતે ૧૦૦ સ્ન્ડ્ઢના નવિન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એમ કુલ ૧૮૩ સ્ન્ડ્ઢની ક્ષમતાના બે સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે તેમણે આ રકમ મંજૂર કરી છે. આ બે નવા જી્‌ઁ ઉપરાંત વડોદરા મહાનગરના હયાત જી્‌ઁના અપગ્રેડેશન માટે પણ આ નાણામાંથી ખર્ચ કરાશે. મુખ્યમંત્રીએ આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વેગ આપતાં વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાપાલિકા-નગરપાલિકાઓને સીધી જ નાણાં-ગ્રાન્ટ ફાળવણીનો અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧માં અત્યાર સુધી કુલ રૂ. રર૪૧.૬૧ કરોડની રકમ મહાનગરો-નગરોને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવી છે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી સડક યોજનામાં મહાનગરપાલિકાને રૂ. ૬ કરોડ ૭૯ લાખની ગ્રાંટ ફાળવી છે. તદઅનુસાર, ગાંધીનગર મહાનગરમાં સેકટર ર૪, રપ, ર૬ અને ર૭ ના આંતરિક રસ્તાઓનું રિસરફેસીંગ કામ અને સેકટર-૧૭ના પ.૮૩ કિ.મી તેમજ સે-૧૯ના પ.ર૪ કિ.મી.ની લંબાઇના આંતરિક રસ્તાઓનું રિસરફેસીંગ કામ આ રાશિમાંથી હાથ ધરાશે. રૂપાણીએ ભાવનગર મહાનગરપાલિકાને જનભાગીદારીના કામો અન્વયે ખાનગી સોસાયટીમાં પેવીંગ બ્લોક નાખવાના કામો અને ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટ વગેરે જનવિકાસ કામો માટે ૬૦ લાખ રૂપિયા ફાળવ્યા છે.

તેમણે ભૂજ નગરપાલિકાને આ હેતુસર રૂ. ૪ કરોડની ફાળવણી કરી છે. મુખ્યમંત્રીના આ પારદર્શી અને ત્વરિત નિર્ણાયકતા પૂર્ણ અભિગમને પરિણામે રાજ્યના મહાનગરો-નગરોને વિશ્વકક્ષાના સ્માર્ટ સિટીઝ તરીકે વિકસીત થવાનો માર્ગ વધુ સરળ થયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.