વિકાસ દુબેના અન્ય એક સાથીદારની ધરપકડ
કાનપુર (ઉત્તર પ્રદેશ), ગેંગસ્ટર વિકાસ દુબેના અન્ય સાથી રાજેન્દ્ર મિશ્રાની શિવરાજપુર વિસ્તારમાં એક ફેક્ટરી નજીકથી ધરપકડ કરવામાં આવી છે.
https://westerntimesnews.in/news/55224
પોલીસ અધિક્ષક (ગ્રામીણ) બ્રજેશ શ્રીવાસ્તવે કહ્યું કે મિશ્રાને 3 જુલાઈના રોજ બિક્રુ શૂટઆઉટ કે જેમાં આઠ પોલીસ જવાન શહીદ થયા હતા તે મામલે ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ (સીએલએ) અને 3/25 આર્મ્સ એક્ટ હેઠળ વોન્ટેડ હતો.
https://westerntimesnews.in/news/56613
“એસપીએ જણાવ્યું કે મિશ્રાને રવિવારે એક ફેક્ટરી નજીક પકડ્યો હતો, જ્યારે તે કોર્ટ સમક્ષ તેના શરણાગતિ માટે મદદ લેવા કોઈ પરિચિતની જગ્યાએ જઈ રહ્યો હતો.” પૂછપરછ દરમિયાન મિશ્રા તૂટી પડ્યો અને કબૂલાત કરી કે તેણે અને તેના પુત્રએ જુલાઈએ પોલીસ પર પિસ્તોલથી ગોળીબાર કર્યો હતો.