વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઉત્તરપ્રદેશ પોલીસને કલીનચિટ
લખનૌ: કુખ્યાત અપરાધી વિકાસ દુબેના એન્કાઉન્ટર મામલામાં ઉતરપ્રદેશ પોલીસને મોટી રાહત મળી છે.ઉત્તરપ્રદેશ પોલીસને પુરાવાના અભાવમાં સુપ્રીમ કોર્ટથી કિલન ચીટ મળી છે આ મામલાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ એક નિવૃત ન્યાયમૂર્તિ બી એસ ચૌહાણ સમિતિએ ઉત્તરપ્રદેશ પોલીસને કલીનચીટ આપી દીધી છે.
સમિતિને યુપી પોલીસની વિરૂધ્ધ કોઇ પુરાવા મળ્યા ન હતાં વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ નિવૃત ન્યાયમૂર્તિ બી એસ ચૌહા સમિતિએ અનેક પોલીસ કર્મચારીઓની પુછપરછ કરી હતી પરંતુ સમિતિએ પોલીસ કર્મચારીઓની વિરૂધ્ધ એક પણ યોગ્ય પુરાવા મળ્યા નહીં. આથી પુરાવાના અભાવમાં વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઉત્તર પ્રદેશની પોલીસને કલીનચીટ આપવામાં આવી છે.
નિવૃત ન્યાયમૂર્તિ બી એસ ચૌહાણે પોતાના રિપર્ટમાં કહ્યું હતું કે તેમને યુપી પોલીસની વિરૂધ્ધ કોઇ પુરાવા મળ્યા નથી એ યાદ રહે કે વિકાસ દુબેના એન્કાઉન્ટરવાળા મામલામાં સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની એક સમિતિની રચના કરી હતી.
આ સમિતિમાં ઉત્તરપ્રદેશ સરકારના પ્રસ્તાવિત નામોને મંજુરી આપવામાં આવી હતી ત્યારબાદ સુપ્રીમે બી એસ ચૌહાણ,ડીજીપી કેએલ ગુપ્તા અને હાઇકોર્ટના પૂર્વ જજ શશિકાંત અગ્રવાલની સમિતિની રચના કરી હતી.
બે જુલાઇ ૨૦૨૦ના રોજ કાનપુરના બિકરૂ ગમમાં આઠ પોલીસ કર્મચારીઓની હત્યા કરી દેવામાં આવી હતી આ મામલામાં મુખ્ય આરોપી વિકાસ દુબેની એક અઠવાડીયા બાદ મધ્યપ્રદેશના ઉજજૈનથી ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ૨૪ કલાકની અંદર જ કાનપુરની પાસે પોલીસ એન્કાઉન્ટરમાં વિકાસનું મોત થયું હતું. વિકાસને એટીએફ અને યુપી પોલીસની ટીમ ઉજજૈનથી કાર દ્વારા લાવી રહી હતી આ દરમિયાન કાનપુરની પાસે ભારે વરસાદને કારણે વિકાસ જે ગાડીમાં બેઠો હતો તે પલ્ટી ગઇ હતી આથી વિકાસે પોલીસના હથિયાર છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો આથી પોલીસે આત્મરક્ષા માટે વિકાસ પર ગોળીબાર કર્યો ત્યારબાદ તેનું ધટના સ્થળે મોત નિપજયું હતું.