વિકાસ સાથેની લડાઈમાં ભાન ભૂલી અર્ચના ગૌતમ

મુંબઈ, બિગ બોસના ઘરમાં એક નવા સભ્યની એન્ટ્રી થઈ. આ સભ્ય કોઈ ટીવી સ્ટાર કે કોઈ પરિવારનો સભ્ય નથી, પરંતુ એક પેટ ડોગ છે જેનું નામ માહિમ છે. તેના આવવાથી ઘરમાં અલગ જ વાતાવરણ જાેવા મળ્યુ હતું. તમામ લોકો તેની પાછળ પડી ગયા હતા.
આટલુ જ નહીં, તાજેતરના એપિસોડમાં રાશન અને નોમિનેશન માટે એક જ ટાસ્ક કરાવવામાં આવ્યો. સુમ્બુલ તૌકીર ખાન, સૃજિતા ડે, વિકાસ, પ્રિયંકા ચહર ચૌધરી, નિમૃત કૌર આહલુવાલિયા, સૌંદર્યા, શાલીન અને ટીના દત્તા નોમિનેટ થયા છે. અને હવે મેકર્સે જે અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કર્યો છે તે અનુસાર હવે ઘરમાં હાઈવોલ્ટેજ ડ્રામા થવાનો છે.
અપકમિંગ એપિસોડમાં જાેવા મળશે કે ફરી એકવાર અર્ચના ગૌતમની મોટી લડાઈ થશે. બિગ બોસ જાેનારા દર્શકો જાણતા જ હશે કે અર્ચના ગૌતમ જ્યારે કિચનમાં કામ કરતી હોય છે ત્યારે તેને કોઈની દખલગીરી પસંદ નથી હોતી. અર્ચના રસોઈ કરવામાં એક્સપર્ટ છે.
પ્રોમો અનુસાર, અર્ચના કિચનમાં હોય છે ત્યારે વિકાસ ચા બનાવવા માટે તપેલી મૂકે છે. અર્ચના કહે છે કે અત્યારે ચા નહીં બની શકે, તપેલી હટાવી લે. પરંતુ વિકાસ પણ પોતાની વાત પર અડી રહે છે. વિકાસ અને અર્ચનાની લડાઈ ચાલી રહી હતી ત્યારે પ્રિયંકા, સુમ્બુલ વગેરે સભ્યો પણ હાજર હોય છે.
આટલુ જ નહીં, વિકાસ અને અર્ચનાની લડાઈ એટલી વધી જાય છે કે તેઓ એકબીજાને ધક્કો મારવા પર ઉતરી આવે છે. તેવામાં અર્ચના એવી રીતે તપેલી ગેસ પરથી હટાવે છે કે ત્યાં હાજર લોકો પર પાણી પડે છે. પ્રોમોમાં જાેઈ શકાય છે કે, તપેલીમાં ગરમ ઉકળતું પાણી હોય છે.
અર્ચના અને વિકાસને રોકવા માટે શાલિન આગળ આવે છે અને વિકાસને લઈ જાય છે. હવે ગરમ પાણીને કારણે કોઈ દાઝે છે કે કેમ તે આવનારા એપિસોડમાં જાેવા મળશે. બિગ બોસ તેમજ સલમાન ખાન આ ઘટના પર શું પ્રતિક્રિયા આપશે તે પણ જાેવાની વાત છે.
આ પહેલા પણ અર્ચના અને શિવ વચ્ચે લડાઈ થઈ હતી જેમાં અર્ચનાએ શિવનું ગળુ પકડ્યું હતું. બિગ બોસે ત્યારે સજા તરીકે અર્ચનાને ઘરમાંથી બહાર નીકાળી હતી.
પ્રોમો અનુસાર અપકમિંગ એપિસોડમાં કેપ્ટન્સીનો ટાસ્ક પણ થવાનો છે. આ ટાસ્ક માટે બિગ બોસના ઘરમાં બહારથી લોકો આવશે. પ્રોમોમાં જાેઈ શકાય છે કે, અબ્દુ રોઝિક, શિવ અને સ્ટેન હાજર લોકોને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે. ગત સપ્તાહમાં સ્ટેન, સૃજિતા અને સૌંદર્યા ઘરના કેપ્ટન હતા. હવે આ અઠવાડિયે સુકાનીપદ કોને મળે છે તે જાેવાની વાત છે.SS1MS