Western Times News

Gujarati News

વિકી અને કેટરિના કૈફના સંગીતમાં પંજાબી ગીતો વાગ્યા

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલના લગ્નના ફંક્શન્સની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. સાતમી ડિસેમ્બરના રોજ સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડામાં શાનદાર મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું. આ સંગીત સેરેમનીમાં અનેક પંજાબી અને હિન્દી બ્લોકબસ્ટર ગીતો વગાડવામાં આવ્યા. મહેમાનોએ પણ ડાન્સ પર્ફોમન્સ આપ્યા.

સંગીતમાં રાજસ્થાની લોકગીત પણ વગાડવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર વિકી કૌશલ અને કેટરિના કૈફના સંગીતનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે સિક્સ સેન્સિસ ફોર્ટ રંગબેરંગી લાઈટ્‌સથી ઝગમગી ઉઠ્‌યો છે.

લાઈટ શો જાેઈને અંદાજાે લગાવી શકાય છે કે સંગીત સેરેમની કેટલી શાનદાર હશે. અમારા સહયોગી ઈટાઈમ્સના રિપોર્ટ અનુસાર, સંગીત સેરેમનીમાં કેટરિનાની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ સૂર્યવંશીના ગીત ટિપ ટિપ બરસા પાની પર પણ પર્ફોમન્સ આપવામાં આવ્યું.

સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં જાેઈ શકાય છે કે લગ્નના ફંક્શન શરુ કરતા પહેલા કિલ્લામાં કઈ રીતે આતશબાજી કરવામાં આવી હતી. ૯મી ડિસેમ્બરના રોજ કેટરિના અને વિકી લગ્નના બંધનમાં બંધાઈ જશે.

૬ ડિસેમ્બરના રોજ કપલ પરિવાર સહિત સિક્સ સેન્સિસ ફોર્ટ પહોંચી ગયુ હતું. કેટરિના અને વિકીનું સ્વાગત આતશબાજી સાથે કરવામાં આવ્યુ હતું. મહેમાનોના સ્વાગતની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

પરિવારના લોકો સિવાય ઈન્ડસ્ટ્રીના મિત્રો પણ જયપુર પહોંચી ગયા છે. કબીર ખાન, મિની માથુર, નેહા ધુપિયા, અંગદ બેદી, સુનીલ શેટ્ટી, કરણ જાેહર, શરવરી વાઘ, રાધિકા મદાન જેવા સ્ટાર્સ લગ્નમાં શામેલ થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.