વિકી કૌશલ અને કેટરિના કૈફે નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો
મુંબઈ, ૯ ડિસેમ્બરે લગ્ન કરનારા વિકી કૌશલ અને કેટરિના કૈફ હવે પોતાના નવા ઘરમાં શિફ્ટ થવાની તૈયારી કરી રહ્યા છે. વિકી અને કેટરિનાનું નવું ઘર જૂહુના એ જ બિલ્ડિંગમાં આવેલું છે જ્યાં અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે રહે છે. રવિવારે વિકી અને કેટરિના પોતાના પરિવાર સાથે આ નવા ઘરે આવી પહોંચ્યા હતા.
અહીં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે વિકી અને કેટરિના તેમજ તેમના પરિવારની ગાડીઓ જૂહુ સ્થિતિ આ બિલ્ડિંગની અંદર જતી જાેવા મળી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આજે વિકી-કેટરિનાના નવા ઘરમાં ગૃહપ્રવેશ પૂજા યોજાઈ હતી. વિકી-કેટરિનાના નવા ઘરની પૂજામાં માત્ર પરિવારના સભ્યો સામેલ થયા હતા.
વિકી કૌશલના પિતા શામ કૌશલ અને માતા વીણા કૌશલ પણ અહીં પહોંચ્યા હતા. કપલના નવા ઘરની બહાર હાજર મીડિયાના ફોટોગ્રાફર્સના કેમેરામાં વીણા અને શામ કૌશલ કેદ થયા હતા. શામ ટ્ઠકૌશલે હાથ હલાવીને મીડિયાનું અભિવાદન પણ કર્યું હતું. મીડિયા રિપોર્ટનું માનીએ તો, વિકી અને કેટરિનાનું નવું ઘર પાંચ હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. આઠમા માળે આવેલું ઘર તેમણે પાંચ વર્ષ માટે ભાડે લીધું હોવાની ચર્ચા છે.
વિકી અને કેટરિનાના લગ્ન થયા તે પછી અનુષ્કા શર્માએ નવદંપતીને શુભેચ્છા આપતાં લખ્યું હતું કે, હવે તેઓ અહીં રહેવા આવી જશે અને કંસ્ટ્રક્શનનું કામ પૂરું થતાં અવાજાે આવતાં પણ બંધ થઈ જશે. જણાવી દઈએ કે, અનુષ્કા અને વિરાટે આ બિલ્ડિંગમાં બે ફ્લોર ખરીદ્યા છે.
વિકી અને કેટરિનાના આ નવા ઘરમાં તેમના લગ્ન થયા તે પછી પણ કામ ચાલુ હતું. કપલના લગ્ન હતા એ દિવસે લગભગ ૪૦ મજૂરો વહેલી સવાર સુધી અહીં કામ કરતાં જાેવા મળ્યા હતા. ૯ ડિસેમ્બરે લગ્ન કર્યા બાદ ૧૦ તારીખે વિકી અને કેટરિના કોઈ અજ્ઞાત સ્થળે હનીમૂન માટે પહોંચ્યા હતા.
ત્યાંથી હવે તેઓ પરત આવી ગયા છે. હવે આજે નવા ઘરે ગૃહપ્રવેશ પૂજા યોજાઈ છે ત્યારે તેઓ અહીં જલદી જ રહેવા પણ આવી જશે. વર્કફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલે લગ્ન બાદ શૂટિંગ શરૂ કરી દીધું છે તો કેટરિના કૈફ પણ આગામી દિવસોમાં સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર ૩’નું શૂટિંગ શરૂ કરશે તેવા અહેવાલો છે. વિકી કૌશલ હવે ‘ધ ઈમમોર્ટલ અશ્વત્થામા’, ‘ગોવિંદા નામ મેરા’ અને સેમ માણેકશોની બાયોપિકમાં જાેવા મળશે. કેટરિના કૈફ ‘ભૂત પોલીસ’ અને ‘જી લે ઝરા’માં દેખાશે.SSS