વિકી કૌશલ-કેટરિના લગ્ન પછી હનીમૂન પર નહીં જાય
મુંબઈ, બોલિવુડ કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ પ્રેમમાં હોવાની ચર્ચા છેલ્લા એકાદ વર્ષથી થઈ રહી છે. છેલ્લા થોડા દિવસોથી તો વિકી અને કેટરિના ડિસેમ્બર મહિનામાં પરણી જશે તેવા અહેવાલો છે. વિકી અને કેટરિનાના લગ્નની તારીખોથી માંડીને લગ્નસ્થળ, બે રિવાજાે મુજબ લગ્ન તેમજ કપલે લગ્ન બાદ સાથે રહેવા માટે ફ્લેટ લીધો છે તેવી વિગતો બહાર આવી ગઈ છે તેમ છતાં કપલ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
હજી સુધી મહેમાનોને આમંત્રણ નથી મોકલાયા પરંતુ કપલના અંગત વર્તુળને લગ્નની માહિતી આપી દેવાઈ છે. કેટરિના કૈફ અને વિકી કૌશલ હજી સુધી લગ્ન અંગે કેમ ચૂપ છે તે પ્રશ્ન સૌને થઈ રહ્યો છે. ત્યારે એક્ટ્રેસ સાથે જાેડાયેલા નજીકના સૂત્રએ અમારા સહયોગી ઈટાઈમ્સને જણાવ્યું, “કેટરિના એવી વ્યક્તિ નથી જે કંઈપણ ચોરીછૂપીથી કરે.
ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં કેટરિના અને વિકી કૌશલના લગ્ન થવાના છે. ચર્ચા છે કે, ૭થી૯ ડિસેમ્બર દરમિયાન કેટરિના અને વિકી લગ્ન કરી લેશે. બંનેના લગ્ન રાજસ્થાનમાં થશે અને બે રિવાજાે મુજબ થવાના છે.
જાેકે, લગ્ન બાદ વિકી અને કેટરિના હનીમૂન માટે નહીં જાય. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, “વિકી અને કેટરિના બંનેને ફિલ્મોનું શૂટિંગ પૂરું કરવાનું છે એટલે લગ્ન બાદ તરત હનીમૂન પર નહીં જાય. લગ્ન બાદ કેટરિના સલમાન ખાન સાથેની ફિલ્મ ‘ટાઈગર ૩’ના સેટ પર પાછી ફરશે. આ ઉપરાંત વિજય સેતુપતિ સાથેની શ્રીરામ રાઘવનની ફિલ્મનું પણ શૂટિંગ કરશે.
આ બંને ફિલ્મોના શૂટિંગ લગ્ન બાદ ડિસેમ્બર મહિનામાં શરૂ થવાના છે. મહત્વનું છે કે, વિકી કૌશલ પણ લગ્ન બાદ સેમ માણેકશોની બાયોપિકના શૂટિંગમાં જાેડાઈ જશે. આ સિવાય તે સારા અલી ખાન સાથે ફિલ્મ ‘ધ ઈમમોર્ટલ અશ્વત્થામા’માં જાેવા મળવાનો છે. હાલમાં જ વિકી અને સારા જૂહુમાં જાેવા મળ્યા હતા. ત્યારે વિકીને લગ્ન વિશે સવાલ પૂછાતાં સારા હસી પડી હતી પણ એક્ટરે કંઈપણ બોલવાનું ટાળ્યું હતું.SSS