વિકી કૌશલ બેયર ગ્રિલ્સ સાથે એડવેન્ચર ટ્રીપ પર જશે
મુંબઈ, એડવેન્ચર ટ્રીપ માટે લોકપ્રિય શો ‘ઇન ટુ ધ વાઇલ્ડ’માં બેયર ગ્રિલ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બોલીવુડના અનેક અભિનેતાઓ જાેવા મળી ચૂક્યા છે. જેમાં અક્ષય કુમાર, અનિલ કપૂર અને હાલમાં જ અજય દેવગણ પણ જાેવા મળ્યો હતો.
જાેકે આ બહુ પ્રચલિત શોમાં હવે બોલીવુડના યંગ સ્ટાર્સમાં સામેલ અને ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઇક ફેમ વિકી કૌશલ પણ જાેવા મળશે. હાલમાં વિકી કૌશલ અને કેટરીના કૈફ એમના લગ્નના સમાચારને લીધે ચર્ચાનો વિષય બનેલા છે. એવામાં વિકી કૌશલનું બેયર ગ્રિલ્સ સાથે ઇન ટુ ધ વાઇલ્ડ શોનો ભાગ બની રહ્યો છે.
જાેકે આ શોની જાહેરાત થતાં જ વિકી કૌશલના એક ફેન એ તેનો મજાક ઉડાવ્યો છે કે કેટરીના સાથે લગ્ન પહેલા આ રીતે બેચલર પાર્ટી મનાવવાનો અદભૂત વિચાર છે. એક્ટરે ઇન્સ્ટાગ્રામ પર બેયર ગ્રિલ્સ સાથેની એડવેન્ચર ટ્રીપની માહિતી આપતાં લખ્યું છે કે, લાઇફનું સૌથી મોટુ એડવેન્ચર અને એ પણ સર્વાઇવલ એક્સપર્ટ બેયર ગ્રિલ્સ સાથે.
ચલો જાેઇએ કે ગ્રિલ્સે મારા માટે શું પ્લાન કર્યો છે. શો ઇન ટુ ધ વાઇલ્ડનું પ્રીમિયર ૧૨ નવેમ્બરે થશે. વિકી કૌશલે આ પોસ્ટ કરતાની જ ફેન્સ પણ સામે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક્ટરના ફેન્સ આ શોમાં વિકીને જાેવા માટે ઉત્સાહિત છે.
એક ફેને તો એમ પણ લખ્યું છે કે, બેચલર પાર્ટી એન્જાેય કરવા માટે એકદમ અલગ વિચાર છે. અન્ય એક ફેને લખ્યું કે, લગ્ન પહેલા બધા જ એડવેન્ચર કરી લો. અન્ય એક ફેને તો બેયર ગ્રિલ્સને જ સવાલ પૂછી લીધો કે, તમે અમારી બોલીવુડની એક્ટ્રેસિસને એડવેન્ચર ટ્રીપ પર કેમ નથી લઇ જતા.
હાલમાં વિકી કૌશલ અને કેટરીના કૈફ એમના લગ્નને મુદ્દે ચર્ચાનો વિષય બનેલા છે. માનવામાં આવી રહ્યું છે કે, દિવાળીના દિવસે એક ખાનગી ફંક્શનમાં બંનેની રોકા સેરેમની પણ થઇ ચૂકી છે. આ ફંક્શન ડાયરેક્ટર કબીર ખાનના ઘરે યોજાયું હતું. જેમાં બંને કલાકારોના પરિવાર સામેલ થયા હતા. આ કપલ ડિસેમ્બરમાં લગ્ન કરે એવી પણ ચર્ચાએ જાેર પકડ્યું છે.SSS