વિકી કૌશલ સાળી ઈઝાબેલને ઈઝી નામથી બોલાવે છે
મુંબઇ, બોલિવુડ એક્ટર વિકી કૌશલ છેલ્લા થોડા દિવસોથી પ્રોફેશનલ નહીં પણ અંગત કારણોસર ચર્ચામાં છે. વિકી કૌશલ અને કેટરિના કૈફે ડિસેમ્બર ૨૦૨૧માં રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. પતિ-પત્ની બન્યા બાદ વિકી અને કેટરિનાએ લગ્ન, મહેંદી, હલદી જેવા પ્રસંગોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
આ તસવીરોમાં વિકી-કેટરિનાનો એકબીજા પ્રત્યેનો પ્રેમ તો દેખાયો જ હતો સાથે જ એકબીજાના પરિવારોને તેઓ કેટલું માન અને પ્રેમ આપે છે તે પણ જાેવા મળ્યું હતું. વિકી અને કેટરિના એકબીજાના પરિવારો સાથે પણ હળીમળી ગયા છે તે તસવીરોમાં જાેવા મળ્યું હતું. ૬ જાન્યુઆરીએ કેટરિના કૈફની બહેન ઈઝાબેલનો બર્થ ડે હતી ત્યારે વિકીએ તેને શુભેચ્છા આપી હતી.
વિકી કૌશલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સાળીનો ફોટોગ્રાફ શેર કરવાની સાથે તેના માટે એક સુંદર નોટ પણ લખી છે. પોતાની સાળી ઈઝાબેલને વિકી ઈઝી કહીને બોલાવે છે. તેણે લખ્યું, ‘હેપી બર્થ ડે ઈઝી! આજે કામ અને પાર્ટી કરીને સૌથી સારો સમય વિતાવજે.’ આ પોસ્ટ સાથે વિકીએ કિસ અને કેકની ઈમોજી પણ મૂકી છે.
૯ ડિસેમ્બરે વિકી અને કેટરિનાના લગ્ન થયા તે બાદ ઈઝાબેલે સોશિયલ મીડિયા પર બહેન અને જીજાજીની તસવીર શેર કરતાં લખ્યું હતું, ગઈકાલે મને ભાઈ મળ્યો. અમારા પાગલ પરિવારમાં સ્વાગત છે. અમે નસીબદાર છીએ કે તમે અમેન મળ્યા. તમને બંનેને અઢળક પ્રેમ અને ખુશીઓ મળતી રહે.
વિકી કૌશલને કેટરિનાના ભાઈ-બહેનો સાથે જેવો સારો સંબંધ છે તેવો જ પ્રેમાળ સંબંધ કેટરિનાનો દિયર સની કૌશલ સાથે છે. હાલમાં જ સનીએ ઈન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ આઉટફિટમાં તસવીરો શેર કરતાં લખ્યું હતું, “રાજાની જેમ પોઝ આપો અને યોદ્ધાના જેવા કપડાં પહેરો.”
આ તસવીરો પર કેટરિનાએ કોમેન્ટ કરતાં લખ્યું હતું, “વાઈબ હૈ વાઈબ હૈ.” જવાબમાં સનીએ લખ્યું હતું, ‘ઈસિલિયે તો હાઈપ હૈ હાઈપ હૈ.’ દિયર-ભાભીનો આ સંવાદ સોશિયલ મીડિયા પર વાયર થયો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, ઈઝાબેલ ‘ટાઈમ ટુ ડાન્સ’માં સૂરજ પંચોલી સાથે જાેવા મળી હતી. હવે તે આયુષ શર્મા સાથે ફિલ્મ ‘ક્વાથા’માં જાેવા મળશે. બીજી તરફ વિકી ‘ગોવિંદા નામ મેરા’ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી સાથે દેખાશે.SSS