વિકી સાથેના લગ્નનો ૭૫ ટકા ખર્ચ કેટરિના કૈફે કર્યો
મુંબઈ, બોલીવૂડનુ સ્ટાર અને ગ્લેમરસ કપલ કેટરિના કૈફ અને વિક્કી કૌશલ આજે લગ્નના બંધનથી બંધાઈ જશે.
વિક્કી અને કેટરિનાના લગ્નને લઈને ખાસી ઉત્સુકતા જાેવા મળી રહી છે ત્યારે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે લગ્નનો ૭૫ ટકા ખર્ચ કેટરિના ઉઠાવી રહી છે.લગ્ન પાછળ જે ખર્ચ થઈ રહ્યો છે તે માટેના ચેક પર ખુદ કેટરિના જ સહી કરી રહી છે.ટ્રાવેલ, મહેમાનો પાછળનો ખર્ચ, સિક્યુરિટી એરેન્જમેન્ટ તેમજ બીજા મોટા ખર્ચા પર કેટરિના જ દેખરેખ રાખી રહી છે.
સૂત્રોનુ કહેવુ છે કે, ૨૫ ટકા ખર્ચ વિક્કી જાેઈ રહ્યો છે.લગ્ન સાથે જાેડાયેલા તમામ મોટા ર્નિણય કેટરિના લઈ રહી છે.જેમાં મીડિયા કવરેજ બેન, હાઈ સિક્યુરિટી, મોબાઈલ ફોન પર પ્રતિબંધ જેવા ર્નિણયોનો સમાવેશ થાય છે.
એવુ પણ કહેવાય છે કે, લગ્નના મીડિયા કવરેજના બેનથી વિક્કી કૌશલ ખુશ નથી અને લગ્ન માટે જે વેન્યૂ નક્કી કરાયુ છે તે પણ વિક્કીને વધારે ગમ્યુ નથી.SSS