વિકી સાથે ફેરા લેતા સમયે કેટની આંખમાં આંસુ આવ્યા
મુંબઈ, બોલિવુડએક્ટર્સ કેટરીના કૈફ અને વિકી કૌશલ આખરે ૯મી ડિસેમ્બરે લગ્નના બંધનમાંબંધાઈ ગયા. કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએરાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં શાહી લગ્નકર્યા. કેટરીના હંમેશાથી આ રીતે જ લગ્ન કરવા માગતી હતી.
કેટરીનાકૈફૈ લગ્નના દિવસે ફેમસ ફેશન ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કરેલા લહેંગા-ચોલીપહેર્યા હતા. જેમાં તે મહારાણી જેવી લાગતી હતી. ફેરા ફરતી વખતે કેટરીનાભાવુક થઈ ગઈ હતી અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.
ચોક્કસથી આખુશીના આંસુ જ હતા. વિકીએ તેનો હાથ પકડીને રાખ્યો હતો. કપલે સોશિયલ મીડિયાપર જે તસવીરો શેર કરી છે તેમાં પણ ફેન્સે કેટરીનાની આંખમાં આંસુ હોવાનુંનોટિસ કર્યું હતું.
કેટરીનાકૈફના એક ફેને બંનેની તસવીર ટ્વીટ કરી છે અને લખ્યું છે ‘હકીકત એ છે કેતેને રડતી જાેઈ શકાય છે. તે રડી ખુશીના આંસુ. કારણ કે, તેણે પ્રેમનો અનુભવકર્યો. મારી સુંદર કેટરીના અને વિકી તમે માત્ર પ્રેમને હકદાર છો’. કેટરીનાકૈફ અને વિકી કૌશલના પ્રી-વેડિંગ ફંક્શન ૭મી સપ્ટેમ્બરથી શરૂ થયા હતા.
૭મીડિસેમ્બરે મહેંદી સેરેમની યોજાઈ હતી જ્યારે ૮મી ડિસેમ્બરે એટલે કે બુધવારેધમાકેદાર સંગીત સેરેમની થઈ હતી. જેમાં કેટરિના કૈફ પોતાના પોપ્યુલર ગીતો ‘ચિકની ચમેલી’ અને ‘શીલા કી જવાની’ પર ડાન્સ કર્યો હતો. મીડિયા રિપોર્ટનુંમાનીએ તો, કેટરિના કૈફે પોતાના પરિવાર અને સંબંધીઓને ‘ચિકની ચમેલી’નો હૂકસ્ટેપ શીખવાડ્યો હતો અને સૌને નચાવ્યા હતા.
વિકી કૌશલે કેટરિના માટે તેની જફિલ્મનું ગીત ‘તેરી ઓર’ ગાયું હતું. સાથે જ કેટરિના અને પોતાના પરિવારસાથે મન ભરીને ડાન્સ કર્યો હતો.
જ્યારે પણ કોઈ સેલિબ્રિટીના લગ્નથાય છે ત્યારે તેની સગાઈની વીંટી અને મંગળસૂત્રની કિંમતની ખાસ ચર્ચા થતીહોય છે. રિપોર્ટ્સ પ્રમાણે, કેટરીનાએ પહેરેલી વીંટી ન્યૂયોર્કની જાણીતીબ્રાન્ડ ટિફનીની છે અને તેની કિંમત ૭.૪૧ લાખ રૂપિયા છે. વિકી કૌશલ અનેકેટરીના કૈફ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ તેનો સ્વીકારકર્યો નહોતો.SSS