વિક્કીએ આનંદ એલ રાયને કહ્યું મને પણ કાસ્ટ કરો સર
મુંબઈ, ડિરેક્ટર આનંદ એલ રાયની અતરંગી રે તાજેતરમાં જ રિલીઝ થઈ છે. અક્ષય કુમાર, ધનુષ અને સારા અલી ખાન સ્ટારર અતરંગી રે ફિલ્મ ૨૪ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લોકોના સારા રિવ્યૂ પણ મળ્યા છે. આ દરમિયાન વિકી કૌશલે આ ફિલ્મના ભારોભાર વખાણ કર્યા છે.
વિકી કૌશલે વખાણ કરતા આનંદ એલ રાયે જવાબ આપ્યો છે. વિકી કૌશલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સ્ટોરી પર અતરંગી રેના ખૂબ જ વખાણ કરતા પોસ્ટ લખી છે. વિકી કૌશલે લખ્યું કે, કેટલી સરસ ફિલ્મ છે, મજા આવી ગઈ. સારા અલી ખાને આટલી અઘરી ભૂમિકા ખૂબ જ સુંદર રીતે નિભાવી છે.
ધનુષ તો એકદમ જીનીયસ છે. અક્ષય કુમાર તો કહેવું જ શું. આનંદ એલ રાય મને પણ આગામી ફિલ્મમાં કાસ્ટ કરો સર, પ્લીઝ. વિકી કૌશલ દ્વારા ફિલ્મ અતરંગી રેના વખાણ બાદ આનંદ એલ રાયે પણ વળતો જવાબ આપ્યો છે. આનંદ એલ રાયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર લખ્યું કે, આભાર મારા ભાઈ.
તૂ કાસ્ટ નહીં થાય, તુ જ્યારે થઈશ ત્યારે એક સ્ટોરી હોઈશ. વિકી કૌશલે તેમની સ્ટોરીને રિપોસ્ટ કરી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો વિકી કૌશલ આ સમયે ઈન્દોરમાં સારા અલી ખાન સાથે લક્ષ્મણ ઉતરેકરની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મનું નામ જાે કે, હજુ સુધી ફાઈનલ થયુ નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ કાર્તિક આર્યન અને કૃતિ સેનની લુકા છૂપીની સિક્વલ છે.
ખેર, એ તો હવે એનું નામ ફાઈનલ થઈ જાય અને સ્ટોરી સામે આવે ત્યારે જ ખબર પડશે. તાજેતરમાં એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, વિકી કૌશલ ઈન્દોરમાં શૂટિંગ કરી રહ્યો છે. ત્યારે પત્ની કેટરિના કૈફ પણ તેને મળવા માટે ઈન્દોર પહોંચી હતી. વિકીએ તેને એરપોર્ટ પરથી રિસીવ પણ કરી હતી. કારણ કે લગ્નના થોડા જ દિવસો પછી વિકી કૌશલ ઈન્દોર આવી ગયો હતો.SSS