વિક્ટોરીયા ગાર્ડન પાસે ટ્રાફિક પોલીસ અધિકારી ઉપર હુમલો
રોંગ સાઈડમાં કાર લઈને આવેલા રાજસ્થાની યુવકે દંડ ભરવાનો ઈન્કાર કરી હુમલો કરતાં નાસભાગઃ યુવકની ધરપકડ |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં શરૂ થયેલ ટ્રાફિક ઝુબેશના પગલે નિયમોનો ભંગ કરતાં વાહનચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પરિણામે વાહનચાલકોને સ્થળ પર જ દંડ ભરવો પડે છે. જ્યારે કેટલાંક વાહનચાલકોનો તેમના ઘરે જ ઈ-મેમો મળી રહ્યા છે.
આ દરમ્યાનમાં જ ગઈકાલે ભરબપોરે શહેરના રાયખડ વિસ્તારમાં વિક્ટોરીયા ગાર્ડન પાસે રોંગસાઈડમાં આવતી કાર ચાલકને મહિલા એલઆરડીએ રોકી તેના ચાલકને દંડ ભરવાનું જણાવતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા કારચાલકે દોડી આવેલા ટ્રાફિક એએસઆઈ ઉપર હુમલો કરતાં નાસભાગ મચી જવા પામી હતી. આ દરમ્યાનમાં ટ્રાફીક પોલીસનો અન્ય સ્ટાફ પણ દોડી આવતા કાર ચાલકને ઝડપી લઈ ગાયકવાડ હવેલી પોલીસમાં લઈ જવાયોહ તો. અને ત્યાં તેની વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમો માટે ટ્રાફિક પોલીસ દ્વારા સઘન કવાયત કરવામાં આવી રહી છે. નિયમો તોડતા વાહનચાલકો પાસેથી દંડનાત્મક કાર્યવાહી શરૂ કરાતા વાહનચાલકોમાં હવે ટ્રાફિક સેન્સ આવવા લાગી છે. તેમ છતાં કેટલાંક વાહનચાલકો ખુલ્લેઆમ ટ્રાફિક નિયમો તોડી રહ્યા છે.
શહેરના સૌથી વધુ ધમધમતા એવા વિક્ટોરીયા ગાર્ડન પાસેથી રસ્તા પાસે ગઈકાલે બપોરના એક ચોંકાવનારી ઘટના બની હતી. રાજસ્થાનમાં રહેતા દિપેશ નંદિકશોર જાષી નામનો યુવક રાયખડ વિક્ટોરીયા ગાર્ડન પાસેથી સાબરમતી રીવરફ્રન્ટ પર જવાના રસ્તા ઉપર રોંગ સાઈડમાં સ્વિફટ કાર લઈને પસાર થઈ રહ્યો હતો. જેના પગલે આ સ્થળ પર ટ્રાફિક નિયમો માટે હાજર મહિલા એલઆરડી પિનલબેને તેમને રોક્યા હતા અને દંડ ભરવા જણાવ્યુ હતુ.
જેના પરિણામે દિપેશ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલા એલઆરડી સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. અને આ દરમ્યાનમાં આ સ્થળ પર હાજર ઈ-ડીવીઝન ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એએસઆઈ સુખદેવસિંહ દોડી આવ્યા હતા અને તેમણે ઉશ્કેરાયેલા દિપેશને શાંત પાડવા જણાવ્યુ હતુ.ટ્રાફીક નિયમોનો ભંગ કરવા બદલ દિપેશને દંડ ભરવા સુખદેવસિંહે જણાવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
ટ્રાફિક નિયમોનો ભંગ કરી રોંગસાઈડમાં રાજસ્થાન પાસિંગની કાર ચલાવનાર રાજસ્થાનના યુવક દિપેશ જાષી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એએસઆઈ સુખદેવસિંહ સાથે પણ ઉગ્ર ભાષામાં બોલાચાલી કરવા લાગ્યો હતો. અને ધમકીઓ પણ આપવા લાગ્યો હતો. કોઈપણ સંજાગોમાં દંડ નહીં ભરે એવું જણાવતા અન્ય પોલીસ જવાનો આવી પહોંચ્યા હતા.
ઉશ્કેરાયેલા દિપેશ જાષી એ.એસઆઈ સુખદેવસિંહ ઉપર પણ હુમલો કર્યો હતો. જેના પરિણામે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દોડી આવેલા ટ્રાફિક શાખાના અન્ય જવાનોએ તાત્કાલિક દિપેશ જાષીને ઝડપી લીધો હતો અને બીજી બાજુ લોકોનું ટોળું એકત્ર થઈ ગયુ હતુ. પકડાયેલા દિપેશને પોલીસ જવાનોએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.
ટ્રાફિક એએસઆઈ સુખદેવસિંહ ઉપર હુમલો કરી ધમકી આપનાર દિપેશ જાષી વિરૂધ્ધ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. અને દિપેશ જાષીની ધરપકડ કરી આજે કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. વિક્ટોરીયા ગાર્ડન પાસે દિવસભર ભારે ટ્રાફિક રહેતો હોવાથી આ સ્થળ પર ઈ ડીવીઝન ટ્રાફિક શાખાનો મોટો સ્ટાફ ટ્રાફિક નિયમન માટે તહેનાત હોય છે અને ટ્રાફીક જવાનો સતત ટ્રાફિક નિયમનમાં વ્યસ્ત રહેતા હોય છે.