Western Times News

Gujarati News

વિક્ટોરીયા જ્યુબિલી હોસ્પીટલના ટ્રસ્ટીઓને વ્યાજ સહિત રૂ.૬૭ લાખ ચુકવવા મ્યુનિ.કોર્પોરેશનને આદેશ

ગુજરાત કન્ઝયુમર ડીસ્પ્યુટ રીહેબિલીટેશનનો આદેશ : ૧૯૦૮ વિક્ટોરીયા જ્યુબિલી હોસ્પીટલના ટ્રસ્ટીઓએ રીનોવેશન માટે રૂ.૧.૭૩ કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભર્યા હતાઃ પરંતુ બાંધકામને મંજુરી ન મળતા ૧૯૧રમાં રૂ.૧.પ૪ કરોડ પરત કર્યા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સારંગપુર દરવાજા બહાર આવેલ ૧૮૬પમાં શરૂ કરવામાં આવેલી પ્રથમ પ્રસુતિગૃહ વિકટોરીયા જ્યુબિલી હોસ્પીટલ તરફથી બાંધકામ માટે કરવામાં આવેલ ડીપોઝીટની રકમ વ્યાજ સાથે થઈ રૂ.૬૭ લાખ આપવાનો આદેશ કન્ઝયુમર્સ કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો હોવાનું જાણવા મળે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નવા બાંધકામોને મંજુરી આપવામાં નહોતી આવી.

હોસ્પીટલમાં ટ્રસ્ટીઓને આ જુની હોસ્પીટલને રીનોવેટ કરી, પા‹કગ વ્યવસ્થા સાથે નવું સ્વરૂપ આપવા માંગતા હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજુરી માટે પ્લાન સાથે જુદા જુદા હેડ નીચે ર૦૦૮માં રૂ.૧.૭૩ કરોડ આપ્યા હતા. પરંતુ કોઈ કારણોસર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મંજુરી ન મળતાં ર૦૧રમાં મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર રૂ.૧.પ૪ કરોડ વિક્ટોરીયા જ્યુબિલી હોસ્પીટલમાં ટ્રસ્ટીઓને પરત કરી બાકીના રૂ.૧૯.૧૧ લાખ પરત કરવામાં આવ્યા હતા.

રૂ.૧૯.૧૧ લાખ પરત મેળવવા ટ્રસ્ટી મડળે અનેક વખત રજુઆત તથા પૈસા પરત કરવાની માંગણી કરવા છતાં પૈસા પરત ન કર્યા પણ કહેવામાં આવ્યુ કે ભવિષ્યમાં તમારે બાંધકામ કરવું હશે તે સમયે આ રકમ એડજસ્ટ કરવામાં આવશે.

વિક્ટોરીયા જ્યુબિલી હોસ્પીટલમાં ટ્રસ્ટીઓ રૂ.૧૯.૧૧ લાખ રીફંડ મેળવવા કન્ઝયુમર્સ કોર્ટે ગયા હતા. કોર્ટે બંન્ને પક્ષોની દલીલો પણ સાંભળી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોર્પોરેશનના વકીલે જણાવ્યુ હતુ કે બોમ્બે પ્રોવિન્શિયલ  મ્યુનિસિપલ એક્ટમાં પૈસા પરત કરવાનું કોઈ પ્રોવિઝન જ નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બાંધકામની મંજુરી આપવામાં ન આવે તો પણ તેમ છતાં પણ જા ટ્રસ્ટીઓ ભવિષ્યમાં રૂ.૧૯.૧૧ લાખ તેમાં એડજસ્ટ કરી આપવામાં આવશે.

વકીલના આ જવાબ સાંભળી જજ ગુસ્સે ભરાયા હતા, અને જણાવ્યુ હતુ કે દિલગીરી સાથે જણાવવું પડે છે કે મ્યુનિસિપલ કોર્પોેરશન કે જે  પબ્લિક બોડી છે તે રીફંડ આપવાની ના પાડે તે ભવિષ્યમાં એડજજસ્ટ કરવાની વાત કરે છે તે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે શોભાસ્પદ નથી.

બંન્ને પક્ષોની રજુઆત સાંભળ્યા બાદ ગુજરાત કન્ઝયુમર ડીસ્પુટ રીડ્રેન્સીલ કમિશને ૧.૭૩ ચુકાદો આપતા જણાવ્યુ હતુ કે રૂ.૧.પ૪ કરોડ ટ્રસ્ટીઓ તરફથી જમા કરવામાં આવ્યા હતા. તેમાંથી રૂ.૧.પ૪ કરોડ રીફંડ કર્યા છે. બાકી રહેલી રકમ રૂ.૧૯.૧૧ લાખ, જે મ્યુનિસિપલ કોર્પોરેશન પરત કર્યા નથી તે રૂ.૧૯.૧૧ લાખ તથા ૧૧ વર્ષના વ્યાજની રકમ સહિત (વ્યાજની રકમ રૂ.૪૮.પ૧ લાખ) રૂ.૬૭ લાખ ટ્રસ્ટીઓને ચુકવવા આદેશ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.