ગુજરાતી સાયન્ટીસ્ટો વિક્રમ સારાભાઈ અને હોમી ભાભા પર આધારીત વેબસિરીઝ “રોકેટ બોય્ઝ”
દેશ તેના મહાન વૈજ્ઞાનિકોનો પૂરતો આભાર માને છે. પ્રજ્વલિત દિમાગો જેવા કે સી.વી. રમન, હોમી ભાભા, વિક્રમ સારાભાઈ અને એપીજે અબ્દુલ કલામ, મહેંદી રઝા મોટા-મોટા ફિલ્મ નિર્માતાઓની કલ્પનાને બળ આપી શક્યા.
આઠ-એપિસોડની બનેલી રોકેટ બોયઝ દેશભક્તિ, શાંતિવાદ અને શસ્ત્ર સ્પર્ધાના જોખમો પર ગુંથાયેલી છે.
નવોદિત લેખક-દિગ્દર્શક અભય પન્નુ આઝાદી પછી, ભારતના પરમાણુ અને અવકાશ કાર્યક્રમોને એક દુર્લભ ભ્રમણકક્ષામાં લોંચ કરવામાં વૈજ્ઞાનિક સમુદાયની સિદ્ધિઓનું દસ્તાવેજીકરણ આ વેબ સીરીઝમાં કરવામાં આવ્યું છે.
આ વેબ સીરીઝ આપણને આઝાદી પહેલાના એવા યુગમાં લઈ જાય છે જ્યારે બળદગાડાથી ચાલતું રાષ્ટ્ર કૂદકો મારવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. શાળાના વર્ગખંડો, પ્રયોગશાળાઓ, સાધનસામગ્રી અને એકંદર વાતાવરણ ચાકની સુગંધ અને સાહસની ભાવના સાથે પ્રસરે છે. જ્યારે મોટા છોકરાઓ તેમના રમકડાં સાથે રમે છે, ત્યારે તે ચેપી ઉર્જા ઉત્પન્ન કરે છે.
1947 પહેલા અને પછીના દાયકાઓ સુધી ફેલાયેલા છૂટાછવાયા દ્રશ્યોની વચ્ચે, હોમી ભાભા (જીમ સરભ) અને વિક્રમ સારાભાઈ (ઈશ્વાક સિંહ) પર છે. વિદેશની ટોચની યુનિવર્સીટીમાં ભણીને ભારતમાં સાયન્સ ક્ષેત્રે ડંકો બજાવવા બંને વૈજ્ઞાનિકો ભારતમાં સ્થાયી થાય છે. હોમી ભાભાની માતા ગુજરાતીમાં વાત કરતાં નજરે પડે છે.
તેઓ કેવી રીતે વિદ્યાર્થી-શિક્ષકના સંબંધમાંથી આગળ વધે છે અને જીવનભરની મિત્રતા કેળવે છે અને સાથે સાથે, એકબીજાના વિશ્વ દૃષ્ટિકોણને માહિતગાર કરે છે. વિક્રમ સારાભાઈને કારણે, ભાભાએ તેમનો વ્યક્તિવાદી અભિગમ છોડી દીધો અને બદલામાં, દેખીતી રીતે-નમ્ર સ્વભાવના વિક્રમ સારાભાઈમાં વિશ્વાસ જગાડ્યો.
વર્તમાન સમયના વિવાદોને સંદર્ભમાં મૂકીને, પંડિત જવાહરલાલ નેહરુ (રજિત કપૂર)ની ચીન અને પરમાણુ બોમ્બ અંગેની મૂંઝવણોને અસરકારક રીતે ઉકેલવામાં આવી છે.
સહેલાઈથી તેના સૌથી વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શનમાં , જિમ સરભ પાત્રને પારાવાર ઉર્જાથી તરબોળ કરે છે. એક જ વાક્યમાં આઈન્સ્ટાઈન અને શેક્સપિયરનું અવતરણ કરી શકે તેવું બહુપક્ષીય વ્યક્તિત્વ, હોમી ભાભા વિદ્વતા અને ઉદારતાના મિશ્રણ તરીકે આવે છે અને જીમ સરભ આ વિરોધાભાસને સહેલાઈથી જીવે છે.
સર્જનાત્મક સ્વતંત્રતા અને કાલ્પનિક પાત્રો વાર્તા કહેવાના માર્ગમાં આવતા નથી. આપણને જે જોવા મળે છે તે મહાન વૈજ્ઞાનિકોની પાછળના માનવીય ચહેરાઓ છે, તેમની ખામીઓ અને મર્યાદાઓ સાથે. કળા અને વિજ્ઞાન વચ્ચેની પાતળી રેખાને માપવામાં સારાભાઈની અસમર્થતા હોય કે પછી તેમની અત્યંત પ્રતિભાશાળી પત્નીની મહત્ત્વાકાંક્ષાઓને સમજવામાં તેમનો સંઘર્ષ હોય, આપણે તેજસ્વી વ્યક્તિત્વની મર્યાદાઓ અનુભવીએ છીએ.
તેવી જ રીતે, પરવાના ઈરાની (સબા આઝાદ) (પીપ્સી) સાથે હોમી ભાભાનું અકાર્બનિક બંધન આપણને સમય અને સંજોગો કેવી રીતે સંબંધોને બગાડે છે તેની સમજ આપે છે.
વિક્રમ સારાભાઈ આઈ.આઈ. એસ.માં સાયન્સનું ભણવા માટે આવે છે. હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ કોલેજના ટેરેસ પર ફરકતો ઝંડો ઉતારી ભારતનો ઝંડો લગાવી દે છે. જેને કારણે બંને પર કોર્ટમાં કેસ ચાલે છે. પરંતુ અંગ્રેજ અધિકારી કોલેજની ગ્રાન્ટ રોકી દે છે. જેને કારણે હોમી અને વિક્રમ સારાભાઈ બંને મળીને કોલેજ ચલાવવા ફંડ રેઈઝીંગ કરી રામાયણનું નાટક ભજવવાનું આયોજન કરે છે. જયાં વિક્રમ સારાભાઈની મુલાકાત મૃણાલિની (રેજિના કેસાન્ડ્રા ) સાથે થાય છે.
રેજિના કેસાન્ડ્રા મૃણાલિનીનું પાત્ર વેબ સિરીઝમાં ભજવે છે. જે એક દક્ષિણ ભારતની પ્રચલિત કલાકાર છે. વિક્રમ સારાભાઈ મૃણાલીનીના પ્રેમમાં પડે છે અને લગ્ન કરી અમદાવાદ આવે છે.
જયાં પિતા અંબાલાલ સારાભાઈ વિક્રમથી નારાજ થાય છે. પરંતુ સમય જતાં બંનેને અપનાવી લે છે. વિક્રમ સારાભાઈ અમદાવાદમાં અટીરા, પી. આર. એલ. જેવી સંસ્થાઓ ખોલે છે અને અટીરામાં આધુનિક યંત્ર સામગ્રી લાવી મિલોમાં પ્રોડક્શન વધારવાના પ્રયાસો કરે છે.
પરંતુ યુનિયન લીડરો મિલ મજૂરોને ફોસલાવીને અટીરાનો વિરોધ કરાવે છે. કામમાં વ્યસ્ત રહેતા વિક્રમ સારાભાઈને કારણે મૃણાલીની સારાભાઈ પણ અમદાવાદમાં નાટક અકાદમી ખોલવાની યોજના બનાવે છે.
ભારતના વડાપ્રધાન પંડિત નહેરૂને હોમી અને વિક્રમની જોડી પર અતૂટ વિશ્વાસ છે. હોમી ભાભાને એટોમીક રીસર્ચના ચેરમેન બનાવી પાંચ વર્ષમાં દેશના ખૂણે ખૂણે વિજળી પહોંચાવાનું કામ હોમી ભાભાને સોંપવામાં આવે છે.
બીજી તરફ હોમી ભાભા પણ મુંબઈ નજીક ટ્રોમબેમાં હોમી ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર ખોલે છે. જે દિવસે પંડિત નહેરૂ દ્વારા ઈન્સ્ટીટ્યુટનું ઉદ્ઘાટન હોય છે તે દિવસે જ રીએકટર કામ કરતું બંધ થાય છે. પરંતુ હોમી ભાભા પાણી ભરેલા પુલમાં ઉતરી ચાલુ કરે છે.
બીજી બાજુ વિક્રમ સારાભાઈ અબ્દુલ કલામને સાથે રાખીને દક્ષિણ ભારતના નાના ગામ થુંબામાં રોકેટ બનાવવાનું પહેલું ઓર્ગેનાઈઝેશન શરૂ કરે છે. ઉદ્ધાનના દિવસે જ તકનીકી ખામીને કારણે રોકેટ ઉડાડવામાં વિઘ્ન આવે છે. પરંતુ વિક્રમ સારાભાઈ, હોમી ભાભા, અબ્દુલ કલામ અને અન્ય સાયન્ટીસ્ટો ભેગા થઈને રોકેટને દોરડાઓ બાંધી ઉભુ કરે છે અને ભારતનું પ્રથમ રોકેટ લોન્ચ થાય છે.