વિખૂટા પડેલા બે ભાઈઓનું ૭૪ વર્ષ બાદ સુખદ મિલન

નવી દિલ્હી, ૧૯૪૭ના વર્ષમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે મોહમ્મદ સિદ્દિકી એક બાળક હતા અને તેમનો પરિવાર વિખેરાઈ ગયો. સિદ્દિકીના ભાઈ હબીબ ઉર્ફે શેલા ભાગલા બાદ ભારતમાં જ મોટા થયા. ત્યારે હવે ૭૪ વર્ષ બાદ કરતારપુર કોરિડોર (જે પાકિસ્તાનમાં સ્થિત ગુરૂદ્વારા દરબાર સાહિબને ભારત સાથે જાેડે છે)એ બંનેને મેળવી આપ્યા હતા.
સોશિયલ મીડિયામાં બંને ભાઈઓ રડી રહ્યા હોય તેવો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેને જાેઈને લોકો પણ ખૂબ જ ઈમોશનલ થઈ રહ્યા છે તથા વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોહમ્મદ સિદ્દિકી પાકિસ્તાનના ફૈઝલાબાદમાં રહે છે જ્યારે તેમના ભાઈ ભારતના પંજાબમાં રહે છે. કરતારપુરમાં બંને એકબીજાને જાેઈને ભાવુક થઈ ગયા હતા અને એકબીજાને ગળે લગાવીને રડતા જાેવા મળ્યા હતા.
સોશિયલ મીડિયામાં બંને ભાઈઓની મુલાકાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં બંને ભાઈઓ કરતારપુર કોરિડોરમાં જાેવા મળી રહ્યા છે અને તેમના સાથે કેટલાક લોકો પણ છે. બંને ભાઈઓએ કરતારપુર કોરિડોર ખોલવા માટે ભારત અને પાકિસ્તાન સરકારનો આભાર માન્યો હતો. કોરિડોરના માધ્યમથી ભારતના લોકો વીઝા વગર જ પાકિસ્તાન સ્થિત કરતારપુર જઈ શકે છે. આ કોરિડોર નવેમ્બર ૨૦૧૯માં શરૂ થઈ હતી.
જાણવા મળ્યા મુજબ હબીબના પરિવારે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના છૂટા પડી ગયેલા ભાઈને શોધી કાઢ્યા હતા અને કોરિડોર ખુલી એટલે બંનેનું મિલન કરાવ્યું હતું. આ દરમિયાન હબીબે પોતાના ભાઈને જણાવ્યું હતું કે, તેમણે લગ્ન ન કર્યા અને આજીવન માતાની સેવા કરતા રહ્યા.SSS